Oscar 2023:ઑસ્કરમાં ભારતનો પડઘો,`ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`ને બેસ્ટ ડૉક્યુમેન્ટરીનો એવૉર્ડ 

13 March, 2023 02:43 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Online Correspondent

જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ગયો છે. ઑસ્કર 2023(Oscar 2023) સમારોહના પ્રારંભ સાથે જ ભારતને પોતાનો ડંકો વગાડ્યો છે. ભારતીય શૉર્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ( the elephant whisperers)એ ઑસ્કર પોતાને નામ કર્યો છે.

પ્રોડ્યુસરે ખુશી વ્યક્ત કરી

આખરે એ દિવસ આવી જ ગયો જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. 95મો ઍકેડેમી એવૉર્ડ એટલે કે ઑસ્કર 2023 (Oscar 2023)નો પ્રારંભ થતાં જ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. લૉસ ઍન્જલિસ (Los Angeles)માં આયોજિત આ એવૉર્ડ સમારોહમાં હોલીવૂડથી લઈ બૉલિવૂડની મહાન હસ્તીઓ સામેલ થઈ છે. ઑસ્કર 2023 (Oscar 2023)માં હોલીવુડના નામી સ્ટાર્સ વચ્ચે દીપિકા પાદૂકોણ જાણે ચાર ચાંદ લગાવી રહી છે.

ઑસ્કર 2023માં ભારતની શૉર્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ `ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`(The Elephant Whisperers)એ એવૉર્ડ જીતી ઈતિહાસ રચી દીધો છે. પ્રોડયુસર ગુનીત મોંગાની આ ફિલ્મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ RRRએ પણ વિક્રમ સર્જયો છે. આ વર્ષે ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઑરિજિનલ સોન્ગની કેટેગરીમાં નૉમિનેશન પ્રાપ્ત થયું છે. આ કેટેગરીમાં નૉમિનેશન હાંસિલ કરનાર RRR પ્રથમ ભારતીય ફિલ્મ છે.  ફેન્સ આશા લઈને બેઠા છે આ ફિલ્મને એવૉર્ડ મળશે. 

પ્રેગ્નેન્ટ રિહાનાનું જોરદાર પરફૉર્મન્સ

માર્વલ ફિલ્મ બ્લેક પૅન્થર-વકાંડા ફૉરેવરનું ગીત લિફ્ટ મી અપ (Lift Me Up)પૉપ સિન્ગર રિહાનાએ સ્ટેજ પર ગાયું હતું. આ દરમિયાન બધાએ ફિલ્મના અભિનેતા ચૅડવિક બૉજમેનને યાદ કર્યા હતાં. ચૅડવિકનું નિધન વર્ષ 2020માં કેન્સરની બિમારીથી થયું હતું. ઈમોશનલ પરફૉર્મન્સ આપી રિહાનાએ બધાના દિલ જીતી લીધા હતા અને સ્ટેન્ડિંગ ઑવેશન મેળવ્યુ હતું. 

અભિનેત્રી અને ડાયરેક્ટર એલિજાબેથ બૅંક્સે બેસ્ટ વિજ્યુઅલ ઈફેક્ટસના એવૉર્ડને મજાકિયા અંદાજમાં રજૂ કર્યો હતો. આ એવૉર્ડને `અવતાર: ધ વે ઑફ વૉટર`એ જીત્યો.  એવૉર્ડ લેવા આવેલી ફિલ્મ ટીમને પોતાની સ્પીચ પુરી કરવા દેવામાં આવી નહોતી. તેથી તે તમામ નિરાશ જોવા મળ્યા હતાં. 

શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સના ઑસ્કર જીતવા પર પ્રોડ્યુસર ગુનીત મોંગાએ ખુશી વ્યક્ત કરી. આ કેટેગરીમાં જીતનાર આ ભારતનો પ્રથમ એવૉર્ડ છે. ગુનીતે તમામ લોકોનો આભાક વ્યક્ત કરી મહિલાઓને સપના જોવાનો સંદેશો આપ્યો છે. 

 

 

એનિમેટેડ શોર્ટ ફિલ્મ ઓસ્કાર
ધ બોય ઉપરાંત ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ, માય યર ઓફ ડિક્સ, ધ ફ્લાઈંગ સેઈલર, આઈસ મર્ચન્ટ્સ અને એન ઓસ્ટ્રિચ ટોલ્ડ મી ધ વર્લ્ડ ઈઝ ફેક અને આઈ થિંક આઈ બીલીવ ઈટ નો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ એવોર્ડ જીત્યો.

પ્રોડક્શન ડિઝાઇન ઓસ્કાર
અવતાર: ધ વે ઓફ વોટર, બેબીલોન, એલ્વિસ, ધ ફેબલમેન અને ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ આ કેટેગરીમાં નોમિનેટ થયા હતા. જેમાંથી ઓન ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ જીતી હતી.

ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કાર

ધ બંશીઝ ઓફ ઈનિશ્રિન, એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ, ટાર, ધ ફેબલમેન અને ટ્રાયંગલ ઓફ સેડનેસ આ કેટેગરીમાં સ્થાન મેળવ્યું. આમાંથી, એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ જીત્યું.

bollywood news oscars 2017 oscar pistorius indian films los angeles new york oscars oscar award guneet monga