પેંચ વાઘ અભ્યારણ્યની સુરક્ષા માટે આગળ આવ્યા આ બે એક્ટર

06 June, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પેંચ વાઘ અભ્યારણ્ય પ્રાણીઓના તૂટેલા કૉરિડોરને રિપેર કરવામાં મદદરૂપ થશે તેમજ આ પાર્ક દિલ્હીની હવામાં પણ ઑક્સિજન વધારવાનું કામ કરશે.

પંકજ ત્રિપાઠી, કાજલ અગ્રવાલ

સામાજિક સંસ્થા grow-trees.com સમગ્ર ભારતમાં ઇકોસિસ્ટમના સમારકામ માટે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને આ વર્ષે તે 10 મિલિયનથી વધુ વિશાળ  વૃક્ષો સુધી પહોંચ્યું છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે, તેમણે કાજલ અગ્રવાલ અને પંકજ ત્રિપાઠીનું પેંચ ટાઈગર રિઝર્વ દ્વારા સન્માન કરશે.

Grow-Trees.comના સીઈઓ બિક્રાંત તિવારીએ કહ્યું કે, "અમે એક જંગલ માટેનું વૃક્ષારોપણ કરીએ છીએ અને પછી તેને પેંચ ટાઈગર રિઝર્વ, પંકજ ત્રિપાઠીને ડેડીકેટ કરીએ છીએ. આ શરૂઆત દ્વારા અમે કાન્હા- પેંચ કૉરિડોરમાં વિભાજનના જોખમને દર્શાવવા અને કાન્હા તેમજ પેંચ વાઘ અનામત વચ્ચે વાઘની હિલચાલ સરળ બને તેવી પણ આશા રાખીએ છીએ એટલું જ નહીં કાજલ અગ્રવાલને સન્માનિત કરવા પણ અમે રાજધાની દિલ્હીમાં પણ એક પાર્ક શરૂ કરીએ છીએ જેથી વાયુ પ્રદૂષણનું સ્તર જે ભયજનક સ્થિતિએ છે તેના પર પણ કાબૂ મેળવી શકાય. અમે આખી દિલ્હીમાં લીમડો (આઝાદિરાક્તા ઇન્ડિકા), કદમ્બ (નિયોલામાર્કિયા કેડમ્બા), અમલટાસ (કેસિયા ફિસ્ટુલા), અર્જુન (ટર્મિનાલિયા અર્જુન), શીશમ (ડાલબર્ગિયા સિસૂ), જામુન (સિઝીજિયમ ક્યુમિની એલ.), પિલખાન (ફિકસ વિરેન્સ) વૃક્ષો વાવીશું. અને આ કાર્બન સિંક તરીકે કામ કરશે, સ્વદેશી વન્યજીવ પ્રજાતિઓ માટે રહેઠાણને વિસ્તારશે અને સમગ્ર હવાની ગુણવત્તામાં પણ સુધારો કરશે.”

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, "હું મને ખૂબ જ ધની માનું છું કે પેંચ વાઘ અભ્યારણ્યના સેંકડો વૃક્ષો કોરિડોર રિપેરમાં મદદરૂપ થશે, તેમજ વાઘની વસ્તી જે વ્યક્તિગત વાઘ અનામતની અંદર અલગ પડી જાય છે અને લુપ્ત થવાના જોખમનો સામનો કરે છે તેને પણ લાભ થશે. મારી માટે આ જાણવું ખૂબ જ રસપ્રદ રહ્યું કે Grow-Trees.com માત્ર ગ્રામીણ સમુદાયોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરે છે પણ સાથે જ વાઘના રહેઠાણને વધારતાં પ્રાણીઓને માનવવસ્તીમાં ન આવે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. ડ્રમસ્ટિક્સ, કસ્ટર્ડ એપલ, લીમડો, આમળા, શીશમ, જામુન જેવી દેશી, અને સ્થાનિક પ્રજાતિઓનું પ્લાન્ટેશનની પ્રથાનો સામનો કરશે અને પેંચમાં જૈવવિવિધતા પણ જોવા મળશે. હું તમામ પ્રકૃતિ પ્રેમીઓને વિનંતી કરું છું કે 5 જૂને વૃક્ષોનું દાન અને વૃક્ષારોપણ કરવામાં Grow-Trees.com સાથે જોડાય."

કાજલ અગ્રવાલે ઉમેર્યું કે, "આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ આપણે યાદ અપાવે છે કે આપણી પાસે `ઓન્લી વન અર્થ` છે અને આપણે તેને બચાવવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ. મને ગ્રો-ટ્રીઝ ડોટ કોમે વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યેના મારા પ્રેમને દર્શાવવાની તક આપી તે માટે હું તેમની આભારી છું. મારી પસંદગી તેમના ગ્રીન એમ્બેસેડર તરીકે કરી અને મારા નામે વૃક્ષારોપણ કર્યું, દિલ્હીમાં બગીચો બનાવ્યો. હું શહેરોમાં, વન્યજીવ અભ્યર્ણયની આસપાસ તેમજ પર્યાવરણ સંતુલન અને જૈવવિવિધતા જાળવી શકવાના મિશન સાથે તાદાત્મય સાધી શકું છું."

બિક્રાન્તે અંતે કહ્યું કે, "અમે તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુ.એન.ના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ વાંચ્યો હતો જેમાં તેમણે કહ્યું કે આપણે પૃથ્વી પર જીવનની સમૃદ્ધિ અને વિવિધતા, તેની ઇકોસિસ્ટમ્સ અને તેના મર્યાદિત સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. Grow-Trees.com પર આ અમારું મુખ્ય મિશન છે, અને અમારા માટે દરેક દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આપણે જે રીતે જાણીએ છીએ તે જ રીતે આપણે આપણા ગ્રહ માટે લડવાનું ચાલુ રાખીશું. વધુમાં વધુ વૃક્ષો વાવીને.”

bollywood news bollywood bollywood gossips pankaj tripathi kajal aggarwal world environment day