રાજ કપૂરની જન્મશતાબ્દી પર ગ્રેટેસ્ટ શોમૅનનો ફિલ્મ-ફેસ્ટિવલ

05 December, 2024 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશભરનાં ૪૦ શહેરોમાં ૧૩થી ૧૫ ડિસેમ્બર સુધી જોવા મળશે સિલેક્ટેડ ૧૦ ફિલ્મો

રાજ કપૂર

૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતી છે એ નિમિત્તે ભારતીય સિનેમાના આ ગ્રેટેસ્ટ શોમૅનની ૧૦ ફિલ્મોનો ત્રણ દિવસનો ફિલ્મ મહોત્સવ ભારતભરમાં યોજાવાનો છે. આર. કે. ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન-નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા દ્વારા આ આયોજન થયું છે. ૧૩ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી દેશનાં ૪૦ શહેરોમાં પીવીઆર-આઇનૉક્સ અને સિનેપૉલિસના ૧૩૫ સિનેમામાં રાજ કપૂરની સિલેક્ટેડ ફિલ્મો જોવા મળશે. વધુ ને વધુ લોકો આ ફિલ્મો જોઈ શકે એ માટે ટિકિટનો દર માત્ર ૧૦૦ રૂપિયા રાખવામાં આવશે.

કઈ ફિલ્મો જોવા મળશે?

આગ (૧૯૪૮)
બરસાત (૧૯૪૯)
આવારા (૧૯૫૧)
શ્રી ૪૨૦ (૧૯૫૫)
જાગતે રહો (૧૯૫૬)
જિસ દેશ મેં ગંગા બહતી હૈ (૧૯૬૦)
સંગમ (૧૯૬૪)
મેરા નામ જોકર (૧૯૭૦)
બૉબી (૧૯૭૩)
રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫)

raj kapoor entertainment news bollywood bollywood news