OMG 2 Actor સુનીલ શ્રૉફનું મૃત્યુ, ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

16 September, 2023 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

OMG 2 Actor Passes Away: ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ `ઓએમજી 2`ના એક્ટર સુનીલ શ્રૉફનું નિધન થઈ ગયું છે. તેમના નિધનથી ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહરે છવાઈ છે. 

સુનીલ શ્રૉફે શૅર કરેલી તસવીર

OMG 2 Actor Passes Away: અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2એ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મની સ્ટોરી અને આમાં કામ કરનારા એક્ટર્સની એક્ટિંગ લોકોને ખૂબ જ ગમી છે. તો હવે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મના એક્ટર સુનીલ શ્રૉફે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. તેમણે શિદ્દત, અભય અને જુલી જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

હજી તો ચક દે ઈન્ડિયા ફેમ રિયો કપાડિયાના નિધનના સમાચાર ઈન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં હવે એક્ટર સુનીલ શ્રૉફના નિધનના સમાચાર આવ્યા છે. આ દુઃખદ સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર શોકની લહેર છવાઈ છે. હકીકતે, ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ `ઓએમજી 2`ના એક્ટર સુનીલ શ્રૉફનું નિધન થઈ ગયું છે. તેમના નિધનથી ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહરે છવાઈ છે. 

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA)એ સુનીલ શ્રૉફના નિધનની પુષ્ટિ કરી છે. રિપૉર્ટ્સ પ્રમાણે, લાંબી બીમારીને કારણે તેમનું નિધન થઈ ગયું.

આ ફિલ્મોમાં કર્યું હતું કામ
સુનીલ શ્રૉફે અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું. મોટા પડદા પર છેલ્લે તેઓ અક્ષય કુમારની ફિલ્મ `ઓહ માય ગૉડ 2`માં જોવામાં આવ્યા હતા, જેમાં તેમણે સપૉર્ટિંગ એક્ટરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ પહેલા `દીવાના`, `શિદ્દત`, `અભય` અને `જુલી` જેવી ફિલ્મોનો પણ ભાગ હતા. સુનીલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર કામ માટે જાણીતા હતા. ચાહકો દ્વારા પણ તેમના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

પંકજ ત્રિપાઠી સાથે શૅર કરી હતી તસવીર
સુનીલ શ્રૉફે લગભગ એક મહિના પહેલા `ઓએમજી 2`ના કૉ-સ્ટાર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) સાથે તસવીર શૅર કરવામાં આવી હતી. આ તસવીર `ઓએમજી 2`ની સક્સેસ પાર્ટીમાંની હતી.

સુનીલ શ્રૉફ મોટાભાગે પોતાની લાઈફસ્ટાઈલ સંબંધિત કોઇકને કોઇક અપડેટ શૅર કરતા હતા.

સુનીલ શ્રૉફે શર્મિલા ટાગોરથી લઈને રાધિકા મદાન સાથે પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તે ઈદ ઊજવતા જોવા મળે છે. ઈદ મુબારક ગીત પર તે ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

એક્ટર સુનીલ શ્રૉફના કરિઅરની વાત કરીએ તો બૉલિવૂડની અનેક મોટી ફિલ્મોનો તે ભાગ હતા. દાયકાઓથી ઈન્ડસ્ટ્રીનો ભાગ રહી ચૂકેલા સુનીલે અભય, જૂલી, ધ ફાઈનલ કૉલ, દીવાના, અંધા યુગ જેવી ફિલ્મોમાં કામ કર્યું પણ જે છેલ્લી ફિલ્મમાં તે જોવા મળ્યા હતા તે હજી ઓએમજી 2. હા... અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ઓએમજી 2માં તે જોવા મળ્યા હતા. એટલું જ નહીં ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પણ તે સામેલ થયા હતા અને પંકજ ત્રિપાઠી સાથે એક સેલ્ફી શૅર કરી તેમણે આ ફિલ્મની યાદ અપાવી હતી. પણ કોને ખબર હદતી કે ફિલ્મની રિલીઝના થોડાક સમયમાં જ વિશ્વને અલવિદા કહી દેશે. તેમણે મરાઠી સિનેમામાં પણ ઘણું કામ કર્યું.

oh my god pankaj tripathi akshay kumar bollywood news bollywood bollywood gossips entertainment news