ઓમ શાંતિ ઓમના 15 વર્ષ, કેમ શાહરુખને શર્ટલેસ થતો જોઈ ફરાહને થતી ઊલ્ટીઓ?

09 November, 2022 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહેલી ફિલ્મમાં તેમણે પોતાના મિત્રને હીરો બનાવ્યા હતા, અને શાહરુખને એક એવી હિટ ફિલ્મ મળી, જે એક નવી જનરેશન માટે તેની સૌથી પૉપ્યુલર ફિલ્મોમાંની એક બની ગઈ.

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) શાહરુખ ખાનના (Shah Rukh Khan) સૌથી નજીકના મિત્રોમાંથી એક, જાણીતાં કોરિયોગ્રાફર ફરાહ ખાન, (Farah Khan) 2004માં ફિલ્મ `મેં હૂં ન`થી ડિરેક્ટર બની ગયાં હતાં. પહેલી ફિલ્મમાં તેમણે પોતાના મિત્રને હીરો બનાવ્યા હતા, અને શાહરુખને એક એવી હિટ ફિલ્મ મળી, જે એક નવી જનરેશન માટે તેની સૌથી પૉપ્યુલર ફિલ્મોમાંની એક બની ગઈ.

હવે વારો આવ્યો તેમના બીજા પ્રૉજેક્ટ `હેપ્પી ન્યૂ યર`નો. રિપૉર્ટ્સ આવી કે આમાં પણ શાહરુખ જ હીરો બનવાના હતા. પણ શાહરુખ ફરાહની સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ જ રિજેક્ટ કરી દીધો. ત્યાર બાદ ફરાહ તેની પાસે એક નવી સ્ટોરી લઈને પહોંચી, જે તેને લંડનમાં એક મ્યૂઝિકલ જોઈને સૂઝી હતી. એક ઇન્ટરવ્યૂમાં ફરાહે જણાવ્યું કે તેને લાગ્યું આ મ્યૂઝિકલમાં બૉલિવૂડનો એક ખૂબ જ આઉટડેટેડ વર્ઝન બતાવવામાં આવ્યો છે. 

ફરાહ ખાને આ નવી સ્ટોરીમાં 70ની ફિલ્મોનો પ્રવાહ બતાવવાનું વિચાર્યું, કારણકે તેના પ્રમાણે આ સમયમાં બનેલી ફિલ્મો લોકોને ખૂબ જ પ્રભાવિત કરનારી હતી. નવી સ્ટોરીનું ટાઈટલ હતું `ઓમ શાંતિ ઓમ`. જો કે, પછીથી `હેપ્પી ન્યૂ યર` પણ બની, પણ આજે વાત કરીએ 9 નવેમ્બર 2007ના રિલીઝ થઈ `ઓમ શાંતિ ઓમ`.

એક બહેતરીન મ્યૂઝિક એલબમ અને `દર્દ-એ-ડિસ્કો`
બૉલિવૂડના સૌથી બહેતરીન મ્યૂઝિક કમ્પોઝર્સમાંના એક, વિશાલ-શેખરની જોડીએ `ઓમ શાંતિ ઓમ`ના ગીત બનાવ્યા અને લિરિક્સ લખ્યા જાવેદ અખ્તરે. જો કે કેકેના ગવાયેલા `આંખો મેં તેરી`ના લિરિક્સ કમ્પોઝર વિશાલ દદલાનીએ પોતે લખ્યા, જેની માટે તેમને `બેસ્ટ લિરિસિસ્ટ`નો ફિલ્મફૅર એવૉર્ડ પણ મળ્યો. પણ તે વર્ષે એવૉૉર્ડ બે જણને એક સાથે આપવામાં આવ્યો. `ઓમ શાંતિ ઓમ`ના `મેં અગર કહું` માટે જાવેદ સાહેબને પણ વિશાલ સાથે એવૉર્ડ આપવામાં આવ્યો.

આ પણ વાંચો : બોલીવુડના હાલના સુપરસ્ટાર ક્યારેક દેખાતા હતા આવા !! જુઓ ફોટોઝ

તેમણે જ બન્ને ગીત માટે કેકે અને સોનૂ નિગમે પણ `બેસ્ટ પ્લેબૅક` સિંગરનો અવૉર્ડ શૅર કર્યો. આ ફિલ્મ માટે જ જાવેદ સાહેબે લખેલ, અને રાહત ફતેહ અલી ખાને ગાયેલ `જગ સૂના સૂના લાગે` પણ ખૂબ જ પૉપ્યુલર થયું. પણ આ ત્રણ સદાબહાર ટાઈપ ગીતો છતાં, `ઓમ શાંતિ ઓમ`ના જે ગીતની ચર્ચા સૌથી વધારે થઈ, તે હતું `દર્દ-એ-ડિસ્કો`. જેના લિરિક્સ કોઈપણ પ્રકારની સેન્સ વગરના, અજીબ અને મીનિંગલેસ જેવા વિશેષણોથી નવાજવામાં આવ્યા. જો તમને શંકા હહોય તો જણાવવાનું કે સુખવિંદર સિંહે ગાયેલું `દર્દ-એ-ડિસ્કો`ના લિરિક્સ પણ જાવેદ અખ્તરે જ લખ્યા હતા.

લોકો ચોંકી ઉઠ્યા હતા કે 1999ને છોડીને, 1996થી 2001 સુધી `બેસ્ટ લિરિક્સ` માટે 5 નેશનલ એવૉર્ડ જીતનારા જાવેદ સાહેબે શું લખી નાખ્યું?! જો કે, તે જ ગીતમાં તેમણે જીવનના વીતી ચૂકેલા સુંદર સમય માટે પણ લખ્યું કે `ફસ્લ-એ-ગુલ થી, ગુલપોશિયોં કા મૌસમ થા... હમ પર કભી સરગોશિયોં કા મૌસમ થા.` પણ `દર્દ-એ-ડિસ્કો`નો પારો જ્યાં ચાહકોના માથે ચડ્યો હતો, ત્યાં સમજદારીના ચોકીદારોના દિમાગ પર. તેમાં શાહરુખની બૉડી આ ગીતમાં એક જુદો જ કૅર વરસાવી રહી છે. જિમમાં કલાકો પસાર કર્યા પછી બન્યા હતા 6-પૅક એબ્સ.

આ પણ વાંચો : SRK: પરફેક્ટ ફૅમિલીમેન છે બૉલીવુડના કિંગખાન, જુઓ તસવીરો

`દિલ સે`માં કર્યો શાહરુખને વાયદો
`દર્દ-એ-ડિસ્કો` શાહરુખનું પહેલું ગીત નથી જેમાં તેનો શારીરિક પ્રેમ દેખાય છે. 1998માં મણિરત્નમની ફિલ્મ `દિલ સે`નું ગીત `જિયા જલે` જુઓ. સિનેમા જીનિયસ મણિરત્નમના નજરે `સેંસુઅલ` શબ્દની પરિભાષા તમને આ ગીતમાં મળશે. આ ગીતના શૂટનો પણ એક રસપ્રદ કિસ્સો છે. `દિલ સે`ની કોરિયોગ્રાફર ફરાહ ખાન જ હતી. કેટલાક વર્ષો પહેલા ફરાહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે 25 વર્ષમાં એક જ વાર શાહરુખને શૂટ પરથી ગાયબ જોયો છે, `જિયા જલે`ના શૂટ દરમિયાન.

ફરાહે શાહરુખને કહ્યું હતું કે ગીતમાં જે વૉટરફૉલનું સીક્વેન્સ છે, તેની માટે તેણે એક સફેદ ધોતી મગાવી છે, અને તે પહેરીને શાહરુખે પાણીમાંથી બહાર આવવાનું છે. `તેમણે કહ્યું તે રસ્તો ભટકી ગયો હતો અને ત્યારે ગૂગલ મેપ્સ પણ નહોતા. અમે કેરળના જંગલોમાં શૂટ કરતાં હતાં.` ફરાહે જણાવ્યું. એવું કહેવામાં આવે છે કે શાહરુખે `દિલ સે`ના શૂટ પર જ ફરાહને કહ્યું કે હવે તે એ જ ફિલ્મમાં પોતાના એબ્સ બતાવશે, જેની ડિરેક્ટર ફરાહ હશે. `મેં હું ન`માં તો એવું કોઈ ગીત ફરાહે શાહરુખ પાસે ન કરાવ્યું, પણ `ઓમ શાંતિ ઓમ`માં તેમને આ તક મળી. 

આ પણ વાંચો : સલમાન, હૃતિકને જિમની ટિપ્સ માટે ફોન કરતો હતો શાહરુખ

`જિયા જલે`માં જે દિવસે શાહરુખ ખાન ગાયબ થયો. તે દિવસે જ તેને મલ્લખમ્બ પણ પરફૉર્મ કરવાનું હતું, જે પછી ન કરવામાં આવ્યું. 2013ના એક ઇન્ટરન્યૂમાં શાહરુખે ફરાહને ફરી એક વાયદો કર્યો તેની આ ફરિયાદ દૂર કરવાનો. શાહરુખે કહ્યું, "ચિંતા નહીં કર ફરાહ, તારી આગામી ફિલ્મ માટે, હું મલ્લખમ્બ કરવાનો વાયદો કરું છું. જો તું મને આ માટે સફેદ કપડાં પહેરાવીશ. હું તારે માટે મંદાકિની પણ બની જઈશ અને તને શૂટ માટે 4 દિવસ પણ આપીશ."

શાહરુખની બૉડી જોઈને ફરાહને આવી ઊલ્ટીઓ
`દર્દ-એ-ડિસ્કો`માં શાહરુખની બૉડી જિમ જતાં ભલ-ભલાં છોકરાઓને ચોંકાવી દે તેવી હતી, ગીતના શૂટ સમયે શાહરુખની ઊંમર 41 વર્ષની હતી. પણ જે બૉડીને જોઈને અન્ય બૉલિવૂડ હીરોને વિચાર થઈ પડતા, તેને કેમેરા પર બતાવનાર ડિરેક્ટર ફરાહ ખાનને ઊલ્ટીઓ આવતી હતી. 2017ના એક ઈન્ટરવ્યૂમાં ફરાહ ખાને ફિલ્મ કેમ્પેનિયન સાથે વાત કરતા જણાવ્યું હતું, `ઓમ શાંતિ ઓમના શૂટના અંત સુધીમાં પહોંચતા હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને અમારે હજી પણ દર્દ-એ-ડિસ્કો શૂટ કરવાનું બાકી હતું. તો જેટલીવાર શાહરુખ પોતાની શર્ટ કાઢતા, મને સેટ પર રાખેલી એક બાલ્ટીમાં ઊલ્ટી કરવી પડતી! મને વિશ્વાસ અપાવવું પડે છે કે રિએક્શન તેમની બૉડી જોઈને નથી આવી રહ્યાં, જે સુંદર દેખાય છે.`

આ પણ વાંચો : સોશ્યલ મીડિયામાં બાળકોને લઈને પૂછવામાં આવતા સવાલોથી ત્રસ્ત થઈ ચૂકી છે ફારાહ ખાન

`દર્દ-એ-ડિસ્કો`નું એક્સ રે ટેસ્ટ
તો વાત ફરી લિરિક્સ પર લાવીએ, જ્યાં `દર્દ-એ-ડિસ્કો` લખવા પર લિરિસિસ્ટ્સ જાવેદ અખ્તરથી નારાજ હતા. પછીના એક ઇન્ટરવ્યૂમાં જાવેદ સાહેબે કહ્યું, "ઓમ શાંતિ ઓમ"માં જે `ફિલ્મની અંદર ફિલ્મ`હતી, તેમાં બતાવવામાં આવ્યું કે હીરો એ વાત પર જોર આપી રહ્યો છે કે સ્ટેજ પર તેના ગીત અને ડાન્સ કરવા માટે એક અજીબ ગીત કમ્પૉઝ કરવામાં આવે. હીત લખતાં મને પોતાને યાદ અપાવવું પડતું હતું કે આ ગીત શાહરુખ નહીં પણ તેના પાત્ર માટે છે જે શાહરુખ ભજવી રહ્યો છે.`

bollywood bollywood gossips bollywood news entertainment news Shah Rukh Khan farah khan om shanti om deepika padukone