16 September, 2021 04:03 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
નુસરત જહાં ( ફાઈલ ફોટો)
બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંના નવજાત પુત્રના પિતાનું નામ સામે આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર બાળકના જન્મ પ્રમાણપત્રમાં નામ યશન જે. દાસગુપ્તા લખવામાં આવ્યું છે, જેણે તમામ અટકળોનો અંત લાવી દીધો છે. યશનનો જન્મ 26 ઓગસ્ટના રોજ થયો હતો. પતિ નિખિલ જૈન સાથે બહુ ચર્ચામાં આવ્યા બાદ નુસરત બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે.
તાજેતરમાં નુસરત જહાએ તેના પુત્રના પિતા વિશે વાત કરી અને કહ્યું હતું કે, `મને લાગે છે કે તે એક અસ્પષ્ટ પ્રશ્ન છે અને એક મહિલા તરીકેના ચરિત્ર પર કાળો ડાઘ લગાડવા જેવુ છે. પિતા જાણે છે કે પિતા કોણ છે અને અમે એકસાથ સારો સમય પસાર કરી રહ્યાં છીએ. હું અને યશ, અમે સારો સમય પસાર કરી રહ્યા છીએ.`
બુધવારે રાત્રે અપલોડ કરેલા ઓનલાઇન જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ દેબાશિષ દાસગુપ્તા તરીકે દર્શાવવામાં આવ્યું છે. જન્મ પ્રમાણપત્રમાં યશનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં, તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હુગલી જિલ્લાના ચંડીતાલાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર અને હારનાર દેબાશિષ, યશ દાસગુપ્તાનું સત્તાવાર નામ છે.
35 વર્ષીય દાસગુપ્તા નુસરત સાથે હોસ્પિટલમાં જતા રહ્યા છે. ગત અઠવાડિયે નુસરત અને યશ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તે બંને કોવિડ -19 રસીનો બીજો ડોઝ લેવા આવ્યા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ બની શકે કે તેઓ ત્યાં જન્મ પ્રમાણપત્ર લેવા આવ્યાં હોય.
નુસરતના લગ્ન નિખિલ જૈન સાથે થયા હતા, પરંતુ તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે તે માત્ર લિવ-ઇન રિલેશનશિપ હતા. તેઓ લાંબા સમયથી અલગ અલગ રહે છે.
નુસરત પર વળતો પ્રહાર કરતાં જૈને એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમણએ અનેક વાર લગ્નની નોંધણી કરાવવા માટે નુસરત સાથે વાત કરી હતી, પરંતુ નોંધણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે ઓગસ્ટ 2020 થી એક ફિલ્મનું શૂટિંગ કરતી વખતે નુસરતનો તેમના પ્રત્યેનો વ્યવહાર બદલાવા લાગ્યો હતો.