જોઈ લો ‘છોરી 2’ની એક ઝલક

09 February, 2023 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છોરી 2’ને વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરી છે.

નુસરત ભરૂચા

નુસરત ભરૂચાએ ‘છોરી 2’નો તેનો લુક શૅર કર્યો છે અને એમાં તે ખૂબ ગભરાયેલી દેખાઈ રહી છે. ૨૦૨૧માં આવેલી ‘છોરી’ની આ સીક્વલ છે. ‘છોરી 2’ને વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, જૅક ​ડેવિસ અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં નુસરતની સાથે સોહા અલી ખાન, પલ્લવી પાટીલ અને સૌરભ ગોયલ પણ જોવા મળશે. ફિલ્મમાં નુસરત સાક્ષીના રોલમાં દેખાવાની છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નુસરતે કૅપ્શન આપી હતી, ‘પીકાબૂ. તમે ક્યાં છો? ‘છોરી 2’ માટે તમે તૈયાર છો?’

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha upcoming movie