midday

મની લૉન્ડરિંગ કેસના કારણે અનેક કૉન્સર્ટ અને કમર્શિયલ ડીલ ગુમાવવી પડી નોરાને

16 December, 2022 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેતરમાં જ નોરાએ તેની છબી ખરડાવવાનો આરોપ મૂકતાં જૅકલિન વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે
નોરા ફતેહી

નોરા ફતેહી

નોરા ફતેહીએ જણાવ્યું છે કે સુકેશ ચન્દ્રશેખરના બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં તેનું નામ સંડોવાયુ એના કારણે તેને અનેક કૉન્સર્ટ અને કમર્શિયલ ડીલ ગુમાવવી પડી છે. આ કેસમાં જૅકલિન ફર્નાન્ડિસનું નામ પણ સંડોવાયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આ કેસમાં બન્નેની અનેક વખત પૂછપરછ કરી છે. તાજેતરમાં જ નોરાએ તેની છબી ખરડાવવાનો આરોપ મૂકતાં જૅકલિન વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. સુકેશના કેસમાં નામ જોડાતાં નોરાને પ્રોફેશનલ લેવલ પર ખૂબ નુકસાન થયું છે. એ વિશે નોરાએ કહ્યું કે ‘દુબઈની કૉન્સર્ટની ડીલ મારે ગુમાવવી પડી. સાથે જ અમેરિકા અને કૅનેડાનાં ૧૦ શહેરોની ટૂર્સની ડીલ અને અનેક કમર્શિયલ ડીલ પણ મારા હાથમાંથી જતી રહી છે. આ સિવાય બ્રૅન્ડની કેટલીક ડીલ માટે મારે મારી ફી લગભગ પચાસ ટકા ઘટાડવી પડી છે. આ કેસને કારણે માનસિક તનાવ અનુભવું છું.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood nora fatehi