19 November, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર અને હંસલ મહેતા
હંસલ મહેતાનું કહેવું છે કે કેટલો પણ અઘરો સીન હોય, પરંતુ કરીના કપૂર ખાન સાથે કામ કરવાની મજા આવે છે. હંસલ મહેતાની અનટાઇટલ્ડ ફિલ્મમાં કરીના કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. એકતા કપૂર એ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ૨૦૧૮માં આવેલી ‘વીરે દી વેડિંગ’ બાદ કરીના બીજી વખત એકતા સાથે કામ કરી રહી છે. ફિલ્મના સેટ પરના ફોટો કરીનાએ પણ હાલમાં શૅર કર્યા હતા. હવે કરીના સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસલ મહેતાએ કૅપ્શન આપી હતી, ‘તેની સાથે કામ કરવાની મજા આવે છે. આ પાવરહાઉસને ડિરેક્ટ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તેની સાથે અઘરા સીન્સ શૂટ કરતી વખતે પણ એટલો જ આનંદ અને મજા પડી જાય છે જેટલો આનંદ રાજકુમાર, મનોજ અથવા તો પ્રતીક સાથે કામ કરતી વખતે થાય છે. કરીના સાથે આ સ્પેશ્યલ છે.’