ન્યૂઝ શોર્ટમાં : પેરન્ટ્સની કાર અટકાવતાં ફોટોગ્રાફર્સ પર ભડક્યો સલમાન અને વધુ સમાચાર

21 December, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાડાત્રણ કરોડની કાર ખરીદી શાહિદે , વાઇફ અને દીકરી સાથે મહાલક્ષ્મી મંદિરે ગયો રામચરણ અને વધુ સમાચાર

સલમાન ખાન

સલમાન ખાન હાલમાં જ ફોટોગ્રાફર પર ભડકી ગયો હતો. એનું કારણ છે કે તેના પેરન્ટ્સની કારની આગળ તેઓ ભેગા થઈ ગયા હતા. એથી સલમાને તેમને હટવા કહ્યું હતું. સોહેલ ખાને તેની બર્થ-ડે પાર્ટી રાખી હતી. સલમાને તેના પેરન્ટ્સ સલીમ ખાન, સલમા ખાન અને હેલન સાથે પાર્ટી અટેન્ડ કરી હતી. પાર્ટી પૂરી થયા બાદ સલમાન તેની મમ્મીનો હાથ પકડીને તેમને કાર પાસે લઈ જાય છે. એ જ વખતે તેમની કાર સામે પાપારાઝી એકઠા થઈ ગયા હતા. એથી તેમના પર ગુસ્સે થઈને સલમાન પાપારાઝીને કહે છે કે પીછે હટો. બાદમાં સલમાન તેની મમ્મીને કારમાં બેસાડ્યા બાદ પોતે પણ કારમાં બેસીને જતો રહે છે. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

હું હવે સ્વસ્થ છું : શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડેને થોડા દિવસો અગાઉ હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેની ઍન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. તે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો હતો અને ઘરે પહોંચ્યા બાદ તેને અનકમ્ફર્ટેબલ લાગતું હતું. તેને તરત હૉસ્ટિપટલમાં લઈ જવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે થોડી મિનિટ સુધી તેનું હાર્ટ પણ બંધ પડી ગયું હતું. ડૉક્ટરે તેને ફરીથી રિવાઇવ કર્યું હતું. બાદમાં તેની ઍન્જિયોપ્લાસ્ટી થઈ. તેને ગઈ કાલે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો. તેના ફૅન્સ અને ફૅમિલી તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત છે. એક રાઇટરે તેના આરોગ્યને લઈને વૉટ્સઍપ પર તેને પૂછ્યું હતું. ફાઇનલી રિપ્લાય આપતાં શ્રેયસે લખ્યું કે ‘તમારા સૌના સપોર્ટ અને પ્રાર્થનાઓ માટે આભાર. હું હવે થોડો સ્વસ્થ છું.’

સાડાત્રણ કરોડની કાર ખરીદી શાહિદે

શાહિદ કપૂર અને મીરા કપૂરના કારના કલેક્શનમાં વધુ એક શાનદાર કારનો સમાવેશ થયો છે. તેમણે મર્સિડીઝ મેબૅક Gls600 ખરીદી છે. આ SUVની કિંમત અંદાજે ૩.૫ કરોડ આંકવામાં આવે છે. એ કારમાં 4.0 લિટર ટ્વિન ટર્બોચાર્જ્ડ V8 એન્જિન છે. એમાં 550 હૉર્સપાવર અને 538 ટોર્ક છે, જેનાથી આરામદાયક ડ્રાઇવિંગનો અનુભવ થાય છે. શાહિદની ફિલ્મની વાત કરીએ તો તે ક્રિતી સૅનન સાથે સાયન્સ-ફિક્શન ફિલ્મમાં દેખાશે. સાથે જ તે પૂજા હેગડે સાથે પણ થ્રિલર ફિલ્મમાં દેખાવાનો છે. તેની છેલ્લી ફિલ્મ ‘બ્લડી ડૅડી’ હતી, જે ઓટીટી પર રિલીઝ થઈ હતી.

વાઇફ અને દીકરી સાથે મહાલક્ષ્મી મંદિરે ગયો રામચરણ
રામચરણ તેની વાઇફ ઉપાસના અને દીકરી ક્લિન કારા સાથે મુંબઈના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા ગયો હતો. તેની દીકરી છ મહિનાની છે. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. રામે ગ્રે પૅન્ટ પર વાઇટ શર્ટ પહેર્યું છે. તો ઉપાસનાએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. તેણે દીકરીને ઊંચકી હતી. દીકરીનો ચહેરો હજી સુધી જોવા નથી મળ્યો. મંદિરમાંથી બહાર નીકળીને રામચરણે તેમને સ્પેસ આપવાની વિનંતી પાપારાઝીને કરી હતી.

bollywood buzz bollywood news entertainment news shreyas talpade Salman Khan ram charan