મેં કદી પણ આટલા શેડ્સવાળો રોલ નથી ભજવ્યો : ટાઇગર શ્રોફ

17 October, 2023 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પડકારમાંથી હીરો બનવાની આ સ્ટોરી છે. એની ડાર્ક સાઇડ પણ છે અને સાથે જ એની અંદર એક બાળક જેવી નિર્દોષતા પણ જોવા મળશે.’

ટાઈગર શ્રૉફ

ટાઇગર શ્રોફને લાગે છે કે તેની આગામી ફિલ્મ ‘ગનપત : અ હીરો ઇઝ બૉર્ન’માં તેના રોલમાં અનેક શેડ્સ છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ક્રિતી સૅનન પણ જોવા મળશે. ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વીસ ઑક્ટોબરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. પોતાના રોલ વિશે ટાઇગરે કહ્યું કે ‘એ ખૂબ હટકે છે. મેં અગાઉ કદી પણ આવા શેડ્સ નથી ભજવ્યા. હું હંમેશાં વન ટ્રૅક સ્ટ્રેટ ફૉર્વર્ડ હીરો રહ્યો છું. પડકારમાંથી હીરો બનવાની આ સ્ટોરી છે. એની ડાર્ક સાઇડ પણ છે અને સાથે જ એની અંદર એક બાળક જેવી નિર્દોષતા પણ જોવા મળશે.’

સિતારે ઝમીન પર

લૅક્મે ફૅશન વીકમાં સેલિબ્રિટીએ હાજર રહીને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. દિલ્હીમાં આયોજિત આ ઇવેન્ટમાં બિપાશા બાસુ અને અનન્યા પાન્ડેએ ડિઝાઇનર બિભુ મોહપાત્રાના કલેક્શનને રજૂ કર્યું હતું. બિપાશાએ રેડ આઉટફિટમાં રૅમ્પ-વૉક કર્યું હતું. દીકરીને જન્મ આપ્યા બાદ તેણે કામ પરથી બ્રેક લીધો છે. જોકે હવે પહેલી વખત તે રૅમ્પ પર ઊતરી હતી. વાત અનન્યા પાન્ડેની કરીએ તો તેણે બ્લૅક ટૉપ અને બ્લૅક શૉર્ટ્સ પર ફ્લોરલ બ્લેઝર પહેર્યું હતું. તેણે પણ ડિઝાઇનર બિભુ મોહપાત્રાના આઉટફિટ સાથે રૅમ્પ વૉક કર્યું હતું. આ ઇવેન્ટમાં રાજકુમાર રાવે પણ સ્ટાઇલથી રૅમ્પ-વૉક કર્યું હતું. સ્ટેજ પર તેનો સ્વૅગ જોવા જેવો હતો.

ઇન્દોરના ફૂડનો પેટ ભરીને આનંદ લીધો

ઍન્ડ ટીવી પર આવતી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’ની લીડ ઍક્ટર્સે ઇન્દોરના ફેમસ ફૂડનો આનંદ લીધો હતો. શોમાં અંગૂરીભાભીનો રોલ ભજવતી શુભાંગી અત્રે અને તેના હસબન્ડ મનમોહન તિવારીનો રોલ કરનાર રોહિતાશ ગૌરે પેટ ભરીને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લીધો હતો. તેમણે ચાખેલા ફૂડ વિશે રોહિતાશે કહ્યું કે ‘ઇન્દોરી ખોપરા પૅટીસ તો સૌથી વધુ સ્વાદિષ્ટ હતી, જેમાં ક્રિસ્પી બટાટામાં તીખા મસાલા, ખાટા કોપરાં, હર્બ્સ અને ડ્રાય ફ્રૂટ્સનું મિશ્રણ હતું. દરેક બાઇટમાં સ્વાદ હતો, એમાં પણ નાળિયેરને લઈને એ ધારણા હતી કે એ મીઠાં હોય છે એને ખારાશમાં બદલી નાખ્યાં હતાં. એ અનોખા અનુભવમાં આનંદનો સમાવેશ થયો હતો.’

tiger shroff bollywood news bollywood gossips bollywood entertainment news indore