રિશી કપૂર હયાત હોત તો રાહાને દાદાનો આવો પ્રેમ મળતો હોત

05 September, 2024 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતુ કપૂરે પતિની જન્મજયંતી પર શૅર કર્યો AI-સર્જિત ફોટો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

૧૯૫૨ની ચોથી સપ્ટેમ્બરે જન્મેલા રિશી કપૂરની ગઈ કાલે બર્થ-ઍનિવર્સરી હતી એ નિમિત્તે નીતુ કપૂરે સદ્ગત પતિ અને પૌત્રી રાહાનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સર્જિત એક ક્યુટ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ ફોટોમાં દાદા રિશી પૌત્રી રાહાને પપ્પી આપતા દેખાય છે. આ ફોટો સાથે નીતુએ લખ્યું હતું કે (જો રિશી હોત તો) આવું જોવા મળતું હોત. નીતુએ આ ઉપરાંત રિશીનો કૅન્ડલ્સ બ્લો કરતો યુવાનીનો ફોટો પણ શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું : યાદગીરીમાં. આજે ૭૨ વર્ષના થયા હોત. 

rishi kapoor happy birthday neetu singh neetu kapoor Raha Kapoor ranbir kapoor entertainment news bollywood bollywood news bollywood gossips