27 November, 2022 02:55 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: નીતુ કપૂરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
બોલિવૂડ એક્ટ્રેસ નીતુ કપૂર (Neetu Kapoor) તાજેતરમાં જ જયપુરના પ્રખ્યાત પદમપુરા જૈન મંદિર (Padampura Jain Temple)ની મુલાકાતે ગઈ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પરિવારના કેટલાક ફોટા શૅર કરીને જૂની યાદો પણ તાજી કરી છે.
30 વર્ષ પહેલાં આ મંદિરમાં આવી હતી નીતુ કપૂર
નીતુ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જયપુર ટ્રીપની લેટેસ્ટ તસવીરો શૅર કરી સ્વર્ગસ્થ પતિ અને અભિનેતા ઋષિ કપૂરને પણ યાદ કર્યા છે. જૂની તસવીરમાં પુત્ર રણબીર કપૂર પણ જોવા મળી રહ્યો છે. નીતુ કપૂરે જણાવ્યું કે 30 વર્ષ પહેલાં તે ઋષિ કપૂર અને રણબીર સાથે આ મંદિરમાં આવી હતી. આવી સ્થિતિમાં તેણે આટલા વર્ષોની જૂની અને તાજેતરની તસવીરો દ્વારા અભિનેતાને યાદ કર્યા છે.
ફેન્સે થ્રોબેક ફેમિલી ફોટો પર પ્રેમ વરસાવ્યો
નીતુએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફેમિલી ફોટો શૅર કર્યો હતો, જે મંદિરની અંદર ક્લિક કરવામાં આવ્યો હતો. પ્રથમ ફોટામાં, ઋષિ કપૂરે લાલ અને વાદળી સ્વેટર પહેર્યું છે. સફેદ ટી-શર્ટ, મેચિંગ પેન્ટ અને યલો જેકેટ પહેરેલો રણબીર કપૂર પણ તેના પિતા સાથે પોઝ આપી રહ્યો છે, રણબીરના બાળપણની આ તસવીર ખૂબ જ ક્યૂટ છે. ચાહકો પણ આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તાજેતરની અન્ય એક તસવીરમાં નીતુ તેના મિત્ર સાથે તે જ મંદિરમાં જોવા મળે છે. અહીં અભિનેત્રીએ સફેદ અને વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે. ગ્રે શાલ લપેટી, નીતુ કાળા ચશ્મા પહેરીને ઉત્તમ દેખાવમાં પોઝ આપી રહી છે. ફોટો શૅર કરતા અભિનેત્રીએ ઈમોશનલ નોટ લખી છે, “30 વર્ષ પછી એ જ મંદિરમાં ગઈ.”
ચાહકો પણ આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, "રણબીર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. બીજી કોમેન્ટમાં, એક ચાહકે લખ્યું, "ઋષિ સર હંમેશની જેમ સુંદર, ઘણો પ્રેમ."
બે વર્ષ સુધી લ્યુકેમિયા સામે લડ્યા બાદ ઋષિ કપૂરે 30 એપ્રિલ, 2020ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. નીતુ સિંહ અને ઋષિ કપૂરે 22 જાન્યુઆરી, 1980ના રોજ લગ્ન કર્યા હતા અને બાદમાં તેઓ બે બાળકો રિદ્ધિમા કપૂર સાહની અને રણબીરના માતા-પિતા બન્યાં હતાં.
આ પણ વાંચો: Vikram Gokhaleના નિધનથી દુઃખી અક્ષય કુમાર, બૉલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ