27 January, 2023 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: મસાબાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની પ્રિય પુત્રી મસાબા ગુપ્તા (Masaba Gupta) લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આજે સવારે મસાબા ગુપ્તાના લગ્ન સત્યદીપ મિશ્રા (Satyadeep Mishra) સાથે થયા હતા. મસાબા ગુપ્તાએ 27 જાન્યુઆરીના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે જીવનની નવી સફર શરૂ કરી છે. મસાબા ગુપ્તાએ પોતાના લગ્નની 2 સુંદર તસવીરો શૅર કરીને દર્શકોને પોતાની ખુશીમાં સામેલ કર્યા છે.
મસાબા ગુપ્તાના લગ્ન થયા
મસાબા ગુપ્તાના અચાનક લગ્નના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ છે. મસાબા ગુપ્તાએ પતિ સત્યદીપ મિશ્રા સાથે રોમેન્ટિક પોસ્ટ કરીને લગ્નની જાહેરાત કરી છે. પોતાના લગ્નની પોસ્ટ શૅર કરતા મસાબા ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું કે “આજે મેં મારા પ્રેમ સાથે લગ્ન કર્યા છે. આગળના જીવનમાં પ્રેમ, શાંતિ, સ્થિરતા અને સૌથી અગત્યનું સ્મિત મળે એવી કામના. મને કૅપ્શન ચૂસ કરવા આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર... આ જીવન ખૂબ જ આનંદમય બનવાનું છે.”
ખાસ આઉટફિટ
મસાબા ગુપ્તાએ તેના ખાસ દિવસ માટે તેના કલેક્શનમાંથી સૌથી સુંદર લહેંગા પહેર્યો હતો. મસાબા ગુપ્તાએ તેના ખાસ દિવસે બેબી પિંક રંગનો લહેંગો પહેર્યો હતો, જેની સાથે તેણે તેની માતા નીના ગુપ્તાની જ્વેલરી પહેરી હતી. મસાબા ગુપ્તાના પતિ સત્યદીપ મિશ્રાએ તેની પત્ની સાથે ટ્યુન કરવા માટે લાઇટ પિન્ક રંગનો કુર્તા પહેર્યો હતો. મેચિંગ આઉટફિટ્સમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
આ પણ વાંચો: છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ અન્નુ કપૂરને હૉસ્પિટલમાં દાખલ કરાયા,જાણો હેલ્થ અપડેટ
ચાહકોને મસાબા ગુપ્તાનો વેડિંગ લૂક પસંદ આવી રહ્યો છે. મસાબાએ સ્લીક બન બનાવતી વખતે તેના વાળમાં ચંદ્ર અને સૂર્ય જેવી એક્સેસરીઝ વડે તેના દેખાવને વધુ સુંદર બનાવ્યો છે. આ કપલને સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. માત્ર ચાહકો જ નહીં, પરંતુ બોલિવૂડના ઘણા સ્ટાર્સ બંનેને લગ્ન માટે શુભેચ્છા આપતા જોવા મળ્યા છે.