04 February, 2023 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નયનતારા
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નયનતારાએ જણાવ્યું છે કે તે પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી. તેણે રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તે સાઉથની અનેક ફિલ્મોમાં દેખાઈ હતી. ૨૦૧૮માં ફૉર્બ્સના ઇન્ડિયા ૧૦૦ સેલિબ્રિટીના લિસ્ટમાં સ્થાન મેળવનારી તે સાઉથની એકમાત્ર ઍક્ટ્રેસ હતી. તેણે ગયા વર્ષે વિઘ્નેશ શિવન સાથે લગ્ન કર્યાં છે. ત્યાર બાદ સરોગસી દ્વારા બે બાળકોના તેઓ પેરન્ટ્સ બન્યાં હતાં. શાહરુખ ખાનની ‘જવાન’માં નયનતારા દેખાવાની છે. કરીઅરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે નયનતારાએ કહ્યું કે ‘કરીઅરની શરૂઆતમાં મને અગત્યનો રોલ ભજવવા માટે પ્રોડ્યુસરે મને કેટલીક ફેવર્સ કરવાનું કહ્યું હતું, આ સાંભળીને જ મેં એ રોલ ઠુકરાવી દીધો હતો. તેના રોલને ઠુકરાવીને મેં આવી રીતે તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.’