હસબન્ડે ત્રણ કરોડની કાર ગિફ્ટ કરી નયનતારાને

01 December, 2023 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજ્ઞેશે મર્સિડીઝ મેબૅક કાર આપી છે. એની બેઝ પ્રાઇઝ ૨.૬૯ કરોડ અને ટૉપ-એન્ડ કારની કિંમત ૩.૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

નયનથારા , વિગનેશ શિવ

નયનતારાનો ૧૮ નવેમ્બરે બર્થ-ડે હતો અને તેના હસબન્ડ વિજ્ઞેશ શિવને તેને શાનદાર કાર ગિફ્ટ કરી છે. નયનતારા ‘જવાન’માં શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. ગયા વર્ષે નયનતારા અને વિજ્ઞેશ સરોગસીથી ટ્વિન્સ દીકરાઓના પેરન્ટ્સ બન્યા હતા. વિજ્ઞેશે મર્સિડીઝ મેબૅક કાર આપી છે. એની બેઝ પ્રાઇઝ ૨.૬૯ કરોડ અને ટૉપ-એન્ડ કારની કિંમત ૩.૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ કારનો લોગો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નયનતારાએ કૅપ્શન આપી હતી, ‘વેલકમ હોમ બ્યુટી. માય ડિયર હસબન્ડ વિજ્ઞેશ શિવન, આ અતિશય અદ્ભુત બર્થ-ડે ગિફ્ટ માટે થૅન્ક યુ. લવ યુ.’

bollywood news entertainment news