સાત વખત કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં બર્થ-ડે ઊજવ્યો હતો નવાઝુદ્દીને

19 May, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સફળતા મેળવવા નાના-મોટા રોલ કરીને ખૂબ કરી સ્ટ્રગલ

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી આજે પચાસ વર્ષનો થયો છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાણા ગામમાં તેનો મુસ્લિમ પરિવારમાં જન્મ થયો હતો. બૉલીવુડમાં સફળતા મેળવવા માટે લોઢાના ચણા ચાવવા જેટલો સંઘર્ષ તેણે કર્યો હતો. તાજેતરમાં ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં તેણે સાત વખત બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની કેટલીક ફિલ્મોનું સ્ક્રીનિંગ એ ફેસ્ટિવલમાં થયું હતું. પહેલી પત્નીથી ડિવૉર્સ લીધા બાદ તેણે આલિયા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આલિયાનું અસલી નામ અંજના કિશોર પાંડે છે. એ લગ્નજીવન દરમ્યાન તેને શૂરા અને યાની નામનાં બે બાળકો છે. આલિયા સાથે વિવાદ સર્જાતાં મૅરિડ લાઇફ ચર્ચાનો વિષય બની હતી. જોકે બાળકોના ભવિષ્યને જોતાં તેમણે સમાધાન કરી લીધું છે અને ફરીથી તેઓ સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યાં છે. નવાઝુદ્દીને કરેલી સ્ટ્રગલને કારણે આજે તે મુંબઈમાં આલીશાન લાઇફ જીવે છે. 

nawazuddin siddiqui bollywood news bollywood entertainment news