‘ટિકુ વેડ્સ શેરુ’ ૨૩ જૂને થશે ઑનલાઇન રિલીઝ

13 June, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને કંગના રનોટના મણિકર્ણિકા ફિલ્મ્સે પ્રોડ્યુસ અને સાઈ કબીરે ડિરેક્ટ કરી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આગામી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આગામી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૩ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મને કંગના રનોટના મણિકર્ણિકા ફિલ્મ્સે પ્રોડ્યુસ અને સાઈ કબીરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી બે અલગ સ્વભાવવાળી વ્યક્તિની છે. તેમની વચ્ચે ભારે ડ્રામા અને હંગામો થાય છે. તેમને બૉલીવુડમાં કરીઅર બનાવવાની ઇચ્છા હોય છે. એમાં કૉમેડી અને રોમૅન્સ પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે કંગનાએ કહ્યું કે ‘મારા માટે ‘ટિકુ વેડ્સ શેરુ’ સ્પેશ્યલ ફિલ્મ છે. આ મણિકર્ણિકા ફિલ્મ્સની પહેલી ફિલ્મ છે. પહેલી વખત આ ફિલ્મ માટે હું પ્રોડ્યુસર બની છું અને એ પ્રોસેસને મેં ખૂબ એન્જૉય કરી છે. મારા માટે એ મજેદાર અને ચૅલેન્જિંગ અનુભવ છે. ફિલ્મને સાઈ કબીરે ડિરેક્ટ કરી છે. એમાં ટૅલન્ટેડ ઍક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અવનીત કૌર લીડ રોલમાં જોવા મળશે. આશા છે કે દર્શકો આ ફિલ્મને પસંદ કરશે.’

nawazuddin siddiqui bollywood news bollywood gossips bollywood entertainment news