22 September, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સ્ત્રી 2’નો સીન
શુક્રવારે નૅશનલ સિનેમા ડે નિમિત્તે દેશભરની ૪૦૦૦ પ્લસ સ્ક્રીનમાં ટિકિટનો ભાવ માત્ર ૯૯ રૂપિયા હતો એનો સૌથી વધુ ફાયદો નવી રિલીઝ થયેલી ફિલ્મોની સરખામણીમાં ‘સ્ત્રી 2’ને થયો છે.
શુક્રવારે સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનનને ચમકાવતી ‘યુધરા’ તથા સિંગર ધ્વનિ ભાનુશાલીને હિરોઇન તરીકે લૉન્ચ કરતી ‘કહાં શુરુ કહાં ખતમ’ રિલીઝ થઈ. આ બન્ને ફિલ્મોના રિવ્યુ સારા નથી આવ્યા, પણ કેટલાંય થિયેટરોમાં ટિકિટનો ભાવ ૯૯ રૂપિયા હતો એટલે ‘યુધરા’ને પહેલા દિવસે ૪.૫૨ કરોડ રૂપિયાનું અને ‘કહાં શુરુ કહાં ખતમ’ને ૧.૦૮ કરોડ રૂપિયાનું કલેક્શન મળ્યું.
બીજી બાજુ છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશેલી ‘સ્ત્રી 2’એ શુક્રવારે આ બન્ને નવી ફિલ્મો કરતાં વધારે ૫.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ‘સ્ત્રી 2’ની કુલ કમાણી શુક્રવાર સુધીમાં ૫૯૫.૧૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.