08 May, 2024 06:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નર્ગિસ ફાખરી
નર્ગિસ ફાખરીની ઇચ્છા હંમેશાં માટે જંગલોમાં રહેવાની છે. નર્ગિસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના ટ્રેકિંગના ફોટો અને વિડિયો શૅર કર્યા છે. રણબીર કપૂરની ‘રૉકસ્ટાર’ માટે તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેમ જ ઉદય ચોપડા સાથેના રિલેશનને કારણે પણ તે ચર્ચામાં રહી હતી. ફોટો અને વિડિયો શૅર કરીને નર્ગિસે કૅપ્શન આપી હતી કે ‘મારી ઇચ્છા જંગલોમાં રહેવાની છે. જંગલોમાં સવારે ઊઠવાથી વધુ સારી વાત કોઈ નથી. તેમ જ નેચરની વચ્ચે આખો દિવસ રહેવું મને ખૂબ જ પસંદ છે. હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. નેચર આપણા આત્માને વધુ સ્વસ્થ બનાવે છે.’