16 April, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે તેના ફૅન્સ તેને ડાર્ક કૅરૅક્ટર્સમાં વધુ જોવા માગે છે. તે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘બજરંગી ભાઈજાન’, ‘રઈસ’, ‘બદલાપુર’, ‘ફ્રીકી અલી’ અને ‘કિક’ જેવી ફિલ્મો માટે જાણીતો છે. તેની આગામી રોમ-કૉમ ફિલ્મ ‘જોગીરા સારા રા રા’ ૧૨ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે નેહા શર્મા, ઝરીના વહાબ અને સંજય મિશ્રા પણ જોવા મળશે. ફિલ્મ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘મારા ફૅન્સ મને ડાર્ક કૅરૅક્ટર્સ ભજવતો જોવા માગે છે, તો મને લાઇટ પાત્રો ભજવવાનું ગમે છે. આ વખતે તો મને પૂરો વિશ્વાસ છે કે તેઓ આ અજીબ કપલને જોઈને એન્જૉય કરશે અને ખડખડાટ હસશે. આ એક ઓરિજિનલ અને તાજી હવાના ઝોંકા જેવું છે. ફિલ્મના શૂટિંગનો અનુભવ યાદગાર હતો. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં અમે બધા દુખી થઈ ગયા હતા. મને એમાં ખૂબ મજા આવી હતી. હવે તમને બધાને આ ફિલ્મ દેખાડવા માટે આતુર છું. આ એક સાફસૂથરી મનોરંજક ફિલ્મ છે જેને તમે તમારા પરિવાર સાથે બેસીને જોઈ શકશો. આશા છે કે તમે નિરાશ નહીં થાઓ.’