મારી દીકરી પ્રીમૅચ્યોર હોવાથી તેને સો દિવસ સુધી NICUમાં ઍડ્‍મિટ કરવામાં આવી હતી : પ્રિયંકા ચોપડા જોનસ

29 April, 2023 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસનો જ્યારે જન્મ થયો ત્યારે તે ખૂબ કમજોર હોવાથી તે તેની સ્ટ્રેંગ્થ બની હતી

ફાઇલ તસવીર

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસનો જ્યારે જન્મ થયો ત્યારે તે ખૂબ કમજોર હોવાથી તે તેની સ્ટ્રેંગ્થ બની હતી. ૨૦૧૮માં પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨માં તેઓ સરોગસીથી દીકરીના પેરન્ટ્સ બન્યા હતા. દીકરીને ૧૦૦ દિવસ સુધી NICUમાં ઍડ્‍મિટ કરવામાં આવી હતી. તે પ્રીમૅચ્યોર હતી. એ સમયને યાદ કરતાં નિકે તેને કેવી રીતે સપોર્ટ કર્યો હતો એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘આ મારા હસબન્ડનું વધુ એક અદ્ભુત ઉદાહરણ છે. દીકરી વિશે જ્યારે જાણ થઈ ત્યારે હું જાણતી નહોતી કે શું કરવું. મને યાદ છે કે તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે ‘મારી સાથે કારમાં બેસી જા.’ અમે હૉસ્પિટલ પહોંચ્યાં. તેનો જન્મ થયો ત્યારથી માંડીને આજ દિન સુધી અમે તેને કદી પણ એકલી નથી મૂકી. એ અમારી નહીં પરંતુ તેની કસોટી હતી. મને ઘણા સમય પહેલાં જ જાણ થઈ ગઈ હતી કે મને ગભરાવાની કે કમજોર થવાની લક્ઝરી નથી મળવાની, કારણ કે મારી દીકરી ગભરાયેલી અને નબળી હતી. હું તેની મમ્મી હોવાથી મારે તેની સ્ટ્રેંગ્થ બનવાનું હતું. મારે તેને એહસાસ કરાવવાનો હતો કે તે એકલી નથી. ઘણા દિવસો સુધી હું ઊંઘી નહોતી શકી. તેને ઘરે અમે મૉનિટર વગર લાવ્યા હતા. હું સતત તેની છાતી પર મારા કાન ધરતી હતી. તે ઠીક છે એ જોવા માટે હું થોડી-થોડી વારે જાગતી હતી. થોડાં અઠવાડિયાં સુધી આવું ચાલ્યા કર્યું.’

entertainment news bollywood news priyanka chopra