‘ધ કેરલ સ્ટોરી’નો બર્મિંગહૅમમાં વિરોધ

23 May, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણાં મુસ્લિમ સંગઠન અને પૉલિટિકલ પાર્ટીઓએ આ સ્ટોરી ખોટી છે એવું કહ્યું હતું.

‘ધ કેરલ સ્ટોરી’

બર્મિંગહૅમમાં મુસ્લિમ ઍક્ટિવિસ્ટોએ ‘ધ કેરલ સ્ટોરી’નો વિરોધ કર્યો છે. આ ફિલ્મને ત્યાં પણ રિલીઝ કરવામાં આવી હતી અને હવે ત્યાં એનો વિરોધ થઈ રહ્યો છે. ઘણાં મુસ્લિમ સંગઠન અને પૉલિટિકલ પાર્ટીઓએ આ સ્ટોરી ખોટી છે એવું કહ્યું હતું. જોકે ફિલ્મે ખૂબ જ સારો​ બિઝનેસ કર્યો છે. કાશ્મીરી ઍક્ટિવિસ્ટ શકીલ અફસરે શુક્રવારે બર્મિંગહૅમના ​સિનેવર્લ્ડ થિયેટરમાં વિરોધ કર્યો હતો. આ માટે દસ મિનિટની એક વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે જેમાં તે કેટલાક મુસ્લિમ સાથે થિયેટર્સમાં ધસી આવે છે અને ફિલ્મને અટકાવે છે. જોકે થિયેટરના માલિકે દર્શકોને વિનંતી કરી હતી કે તેમણે ફિલ્મ જોવી હોય તો થોડા સમય માટે શાંતિ જાળવી રાખે, કારણ કે ત્યાં પોલીસને બોલાવવામાં આવી હતી.

entertainment news bollywood news bollywood gossips bollywood kerala high court birmingham jihad