21 February, 2023 12:29 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનુ નિગમ (ફાઈલ તસવીર)
સોનુ નિગમ (Sonu Nigam) સાથે મારપીટની ઘટના સામે આવી છે. એક લાઈવ શૉ દરમિયાન સિંગર પર કેટલાક લોકોએ હુમલો કર્યો. આ કારણે તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્મતાનમાં સોનુ નિગમના ઉસ્તાદના દીકરા રબ્બાની ખાનને ઈજા થઈ છે.
સિંગર સાથે થઈ મારપીટ
ચેમ્બૂરમાં એક લાઈવ મ્યૂઝિક ઈવેન્ટ દરમિયાન એક અકસ્માત થયો, જ્યાં સોનુ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, આજે ચેમ્બૂર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો, જેમાં સોનુ નિગમને બોલાવવામાં આવ્યો હતો. જે સમયે સોનુ નિગમ પરફૉર્મ કરીને પાછા જઈ રહ્યા હતા, તે દરમિયાન જ કેટલાક લોકો સેલ્ફી લેવા માંડ્યા, ત્યારે જ સોનુ નિગમની ટીમનો એક માણસ નીચે પડ્યો, તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં X-Ray કરાવ્યા બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. સોનુની સ્થિતિ સ્વસ્થ છે.
સોનુ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ તે પોતે શૉકમાં છે, આથી તેમણે વાત કરવાની ના પાડી દીધી. અકસ્માતમાં જેને ઈજા થઈ છે તે સોનુના ઉસ્તાદના દીકરા રબ્બાની ખાન હતા. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ધક્કા-મુક્કી કરનારની ઓળખમાં લાગેલી છે.
ટ્વિટર પર વાયરલ વીડિયો
જો કે સોનુ સાથે મારપીટનો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં કહેવામાં આવ્યું કે રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકોએ સીડીઓથી ઉતરતી વખતે સોનુ પર હુમલો કરી દીધો. બૉડીગાર્ડ વચ્ચે બચાવ કરતા સોનુ તો બચી જાય છે, પણ તેના ભાઈને ઈજા પહોંચે છે. ત્યાર બાદ બન્નેને નજીકના હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે.
આ પણ વાંચો : #NOSTALGIA : સોનાલી બેન્દ્રેની આ તસવીરો જોઇ કહેશો, ‘આંખો મેં બસે હો તુમ…’
વાયરલ વીડિયોમાં ક્લેમ કરવામાં આવી રહ્યો છે કે આ ધક્કા-મુક્કીનું કનેક્શન સોનુ નિગમના અઝાનવાળા નિવેદન સાથે છે. પણ રિપૉર્ટ્સ પ્રમાણે આ પ્રકારનું અસત્ય ફેલાવીને માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.