14 December, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાવેદ અખ્તર
બૉલિવૂડના જાણીતા ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તર( Javed Akhtar)વિરુદ્ધ મુંબઈ(Mumbai)ની એક અદાલતે નોટિસ મોકલી છે. જેમાં જાવેદ અખ્તરને 6 ફેબ્રુઆરીના રોજ અદાલતમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જાવેદ અખ્તરને આ નોટિસ મુંબઈની મુલુંડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મોકલી છે. આ નોટિસમાં જાવેદ અખ્તર વિરુદ્ધ આપીસીની કલમ 499 અને 500ના ગુના હેઠળ અપારિધિક ફરિયાદની નોંધ લલેતા તેમને અદાલતમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ નોટિસ ગીતકારને આરએસએસ(RSS)પર કથિત રીતે આપેલા નિવેદદને લઈ મોકલવામાં આવી છે.
જાવેદ અખ્તાર પર આરોપ છે કે સપ્ટેમ્બર 202માં તેમણે એક ખાનગી સાક્ષાત્કારમાં RSSને બદનામ કરનારી ટિપ્પણી કરી હતી. કોર્ટમાં એક વકીલ દ્વારા દાખલ માનહાનિ કેસ મામલે મંગલવારે આ નોટિસ ગીતકારને મોકલવામાં આવી. વકીલ સંતોષ દુબેએ ગત ઓક્ટોબરમાં જાવેદ અખ્તર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા મુજબ કલમ 499(માનહાનિ) અને 500(માનહાનિની સજા) હેઠળ મુલુંડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેચ અદાલતમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ પણ વાંચો: કંગના સેલિબ્રિટી હશે, પણ તેણે ભૂલવું ન જોઈએ કે તે આ કેસની આરોપી છે : કોર્ટ
સંગીતકાર પર આક્ષેપ છે કે તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન કથિત રૂપે RSS અને તાલિબાનની તુલના કરી હતી. RSS સમર્થક હોવાનો દાવો કરતા અરજદારે આરોપ લગાવ્યો છે કે જાવેદ અખ્તરે રાજનીતિક ફાયદા માટે અનાવશ્યક રૂપે નાગપુર મુખ્યાલવાળા સંગઠનનું નામ વિવાદમાં ખસેડી તેને બદનામ કર્યુ છે.
આ પણ વાંચો: પતા નહીં ગાને મેં ક્યા ડાલ દેતી થી
આ ઉપરાંત વકીલ દુબેએ એ પણ આરોપ લગાવ્યો છે કે જાવેદ અખ્તરના RSSને બદનામ કરવાવાળા નિવેદનથી સંગઠના સામેલ થનારા અથવા RSSમાં જોડાવા ઈચ્છુક લોકોને ગુમરાહ કરવાનો પ્રયોસ કર્યો છે.