28 June, 2023 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરૂખ ખાન (ફાઈલ તસવીર)
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ગઇકાલે બોલિવૂડમાં 31 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે તેના લાખો ચાહકોએ તેના પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. જોકે શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કારણોસર ચર્ચામાં છે. શાહરૂખે તેની Ask SRK નામની પહેલ દ્વારા ચાહકો સાથે વાતચીત કરી હતી.
શાહરૂખના ચાહકોએ તેને તેની અત્યાર સુધીની આ રોમાંચક સફર અંગે વિવિધ સવાલો પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહરૂખે 31 મિનિટ સુધી ચાહકો સાથે વાતચીત કરી હતી. તેણે તેની રોમાંચક શૈલીમાં ફેન્સને જવાબો આપ્યા હતા.
આ સાથે જ મુંબઈ પોલીસે પણ કિંગ ખાનને એક અદભૂત વાત યાદ કરાવી હતી. હાલ શાહરૂખની વિવિધ ફિલ્મોના ગીતો વાયરલ થઈ રહ્યા છે. તેના પરથી મુંબઈ પોલીસે ટ્વિટ કર્યું હતું.
વાત એમ હતી કે, એક પ્રશંસકે શાહરૂખને તેની ડેબ્યૂ ફિલ્મ વિશે પૂછ્યું હતું કે, “શાહરુખ સાહેબ, તમારી સફરને 31 વર્ષ પૂરા થયા છે. તમે તેના વિશે શું કહેશો...” બસ આ જ સવાલના જવાબ માટે શાહરૂખ ચર્ચામાં આવ્યો છે. તેણે જવાબમાં પોતાની જાતને પાગલ ગણાવી હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે મુંબઈ પોલીસે તે ટ્વીટ પર તે ફોટો જોયો તો તેમણે શાહરૂનને સરસ વાત કરી છે.
ટ્વિટમાં તે ફોટો શાહરૂખની ફિલ્મ ‘દિવાના’નો છે. આ ફોટોમાં શાહરુખ ખાન હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો જોવા મળી રહ્યો છે. પોલીસે તેને મજાકમાં હોવા છતાં ટ્રાફિકના નિયમોથી વાકેફ કર્યો છે. તેને આ બાબતે મુંબઈ પોલીસે કહ્યું હતું કે, “દેશમાં હોય કે વિદેશમાં.... તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું....” આમ મુંબઈ પોલિસ દ્વારા તેને સવાલ પૂછવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શાહરૂખે 1991માં રિલીઝ થયેલી ફિલ્મ દિવાનાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બસ ત્યારથી એ બોલિવૂડ જગતમાં નવા પડાવો સર કરતો ગયો છે. એ પછી તેણે પાછું વળીને ક્યારેય જોયું નથી. ખરેખર આજે તે બોલિવૂડનો કિંગ ખાન છે. એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. શાહરૂખે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. લખો લોકોના દિલમાં અનોખુ સ્થાન મેળવ્યું છે. શાહરૂખનું નામ ભારતની સૌથી લોકપ્રિય હસ્તીઓમાં સામેલ છે.
મુંબઈ પોલીસે ફરી એકવાર લોકોને મજાની સાથે લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે શાહરૂખ ખાનની સમજશક્તિ અને નમ્રતા તેમના પ્રતિભાવોમાં ચમકી રહી છે. સુપરસ્ટાર અને પોલીસ વિભાગ વચ્ચેની આ હળવાશભરી ક્રિયાપ્રતિક્રિયાએ હકારાત્મક વાર્તાલાપને પ્રોત્સાહન આપવા અને મહત્વપૂર્ણ સંદેશાઓને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એમ કહી તો કઈ જ ખોટું નથી.
મુંબઈ ટ્રાફિક પોલીસે તરત જ હેલ્મેટ સેફ્ટીના આ ઉલ્લેખની નોંધ લીધી અને એક ટ્વીટ કરીને અભિનેતાની પ્રશંસા કરતાં લખ્યું કે, "સ્વદેશ કે પરદેશ, સલામતી કા બાદશાહ #HelmetHaiNa."