આ ગુજરાતી યુવકે કરી નયનતારા વિરુદ્ધ ફરિયાદ, શ્રી રામ સાથે શું છે સંબંધ?

08 January, 2024 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના ગુજરાતી યુવક રમેશ સોલંકીએ નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણી વિરુદ્ધ હિન્દૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ફરિયાદ દાખલ કરી છે, જાણો આ વિશે વધુ...

નયનતારાની ફાઈલ તસવીર

રમેશ સોલંકીના નામે સોશિયલ મીડિયા (Social Media) યૂઝરે ટ્વીટ કરી વારાફરતી બધા પૉઈન્ટ શૅર કર્યા છે. તેમના પ્રમાણે ફિલ્મ એન્ટી હિંદૂ છે, અને આ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. યૂઝર પ્રમાણે ફિલ્મમાં એક જગ્યાએ ભગવાન રામને મીટ ખાનાર સુદ્ધાં કહી દેવામાં આવ્યા છે.

સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાની (Nayanthara) ફિલ્મ અન્નપૂર્ણીને (Annapoorni) રિલીઝ થયે એક મહિનો થઈ ગયો છે. પણ આ હવે ચર્ચામાં છવાઈ રહી છે. ફિલ્મ હવે કૉન્ટ્રોવર્સીનો શિકાર બની છે. ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ વિરુદ્ધ ફરિયાદ સુદ્ધાં નોંધાવવામાં આવી ચૂકી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે.

મુશ્કેલીમાં નયનતારાની ફિલ્મ
રમેશ સોલંકી નામના સોશિયલ મીડિયા યૂઝરે ટ્વીટ કરીને વારાફરતી આ બધા મુદ્દા જણાવ્યા છે. તેના પ્રમાણે ફિલ્મ એન્ટી હિંદૂ છે અને આ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. યૂઝર પ્રમાણે ફિલ્મમાં એક જગ્યાએ ભગવાન રામને માંસ ખાતા સુદ્ધાં બતાવી દેવામાં આવ્યા છે.

પોતાની ફરિયાદની કૉપીને શૅર કરીને સોલંકીએ ટ્વિટર પર લખ્યું, મેં ઝી અને નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યાં આખું ભારતવર્ષ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનો ઉત્સવ ઉજવે છે. ત્યાં એક એન્ટી-હિંદૂ ફિલ્મ અન્નપૂર્ણી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

1. આમાં એક હિંદુ પૂજારીની દીકરીને બિરયાની બનાવવા માટે નમાઝ અદા કરતી બતાવવામાં આવી છે.
2. ફિલ્મ દ્વારા લવ જેહાદનો પ્રચાર પણ કરવામાં આવ્યો છે.
3. ફિલ્મ એક્ટર ફરહાન એક્ટ્રેસને માંસ ખાવા માટે ઉશ્કેરે છે, અને કહે છે કે ભગવાન રામ પણ માંસ ખાનારા હતા. નેટફ્લિક્સ ઈન્ડિયા અને ઝી સ્ટુડિયોએ જાણી જોઈને આ ફિલ્મ બનાવી છે અને તેને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની નજીક રિલીઝ કરી છે. જેના કારણે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

સોલંકીએ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આની સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

જોકે, આ મામલે મેકર્સ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે અન્નપૂર્ણિ એક તમિલ ફિલ્મ છે, જેમાં નયનતારા મુખ્ય ભૂમિકામાં છે, તેની સાથે જય, સત્યરાજ, કાર્તિક કુમાર અને રેણુકા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક રસોઇયાની વાર્તા કહે છે. અકસ્માત પછી અન્નપૂર્ણિનો સ્વાદ બગડે છે, પછી તે કેવી રીતે પોતાનું જીવન પાટા પર પાછી લાવે છે તે બતાવવામાં આવ્યું છે. નયનતારાની અગાઉની ફિલ્મ `જવાન` રીલિઝ થઈ હતી. અભિનેત્રીએ શાહરૂખ ખાન સાથેની આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

mumbai news gujarati community news gujaratis of mumbai ram mandir bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news