14 November, 2024 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ ખન્ના (ફાઇલ તસવીર)
ભારતના પહેલા સુપરહીરો શક્તિમાનની ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna on Trolling of Shaktiman) તેમના વિવાદાસ્પદ નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. આ સાથે હાલમાં મુકેશ ખન્નાએ ફરી એક વખત તેમના આઇકૉનીક શક્તિમાનના કમબૅક બાબતે એક પોસ્ટ કરી હતી, જોકે લોકોએ આ પોસ્ટને લઈને તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ ટ્રોલિંગને લઈને હવે મુકેશ ખન્નાએ પોતાનું નિવેદન આપ્યું છે.
મુકેશ ખન્ના શક્તિમાનના ગેટઅપમાં પ્રેસ કોન્ફરન્સ (Mukesh Khanna on Trolling of Shaktiman) કરવા આવ્યા હતા, ત્યારે તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોને લાગ્યું કે તે સાબિત કરવા માગે છે કે તેમના જેટલો શક્તિશાળી બીજો કોઈ નથી. તે,ના વીડિયો પર ઘણી કોમેન્ટ જોવા મળી હતી. હવે મુકેશ ખન્નાએ આના પર એક મોટી પોસ્ટ લખી છે અને સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ગેટઅપમાં પોતાને રણવીર સિંહ કરતા વધુ સારા સાબિત કરવા માટે નહીં પરંતુ કેટલાક અન્ય કારણોસર આવ્યા હતા.
મુકેશ ખન્નાએ એક નવી પોસ્ટ કરી છે કે “હું દુનિયાને એ સ્પષ્ટ કરવા આવ્યો છું કે હું આગામી શક્તિમાન બનીશ તે સંપૂર્ણપણે ખોટું છે. મને શા માટે સમજાવવા દો... પહેલી વાત તો મારે શા માટે કહેવું જોઈએ કે હું આગામી શક્તિમાન બનીશ. હું પહેલેથી જ શક્તિશાળી છું. બીજો શક્તિમાન હશે જ્યારે પહેલેથી જ એક શક્તિમાન હશે અને તે શક્તિમાન (Mukesh Khanna on Trolling of Shaktiman) હું છું. મારા વિના બીજી કોઈ શક્તિ હોઈ શકે નહીં. શક્તિમાન તરીકે, મારે વારસો બનાવવો છે. બીજું, હું એ સાબિત કરવા નથી આવ્યો કે હું રણવીર સિંહ કરતાં સારો છું અથવા જે પણ શક્તિમાનનું બખ્તર પહેરશે અને આગામી શક્તિમાન બનશે.
“હું જૂના શક્તિમાન તરીકે આજની પેઢીને સંદેશ આપવા આવ્યો હતો કારણ કે મને લાગ્યું કે નવા શક્તિમાન (Mukesh Khanna on Trolling of Shaktiman) કરતાં જૂના શક્તિમાન આ કામ વધુ સારી રીતે કરી શકશે કારણ કે જૂના શક્તિમાન પાસે 27 વર્ષનો તૈયાર પ્રેક્ષક છે. તેથી નિશ્ચિંત રહો કે આગામી શક્તિમાન આવશે. તે કોણ હશે, હું કહી શકતો નથી કારણ કે મને ખબર પણ નથી. શોધ ચાલુ છે.” મુકેશ ખન્નાએ તેમની દેશભક્તિની ક્વિઝ પણ પોસ્ટ કરી છે.
તમને જણાવી દઈએ કે મુકેશ ખન્ના ઘણી વખત કહી ચુક્યા છે કે તેઓ નથી ઈચ્છતા કે અભિનેતા રણવીર સિંહ (Mukesh Khanna on Trolling of Shaktiman) શક્તિમાન બને. તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે કહ્યું હતું કે શક્તિશાળી બનવા માટે ચહેરાની જરૂર પડે છે. આ સાથે મુકેશ ખન્નાએ તેમના યુટ્યુબ ચેનલ ભીશ્માં ઇન્ટરનેશનલ પર શક્તિમાનનો એક મ્યુઝિકનો વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે જાણવા જેવી બાબતે એ છે કે આ વીડિયોમાં તેમણે કમેન્ટ સેક્શન ઑફ કર્યું છે.