02 August, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈની ઇચ્છા સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાની છે. મનોજ બાજપાઈએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે વેબ-સિરીઝને લઈને પણ એટલો જ ચર્ચામાં છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કયા ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા છે એ વિશે પૂછતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘સંજય લીલા ભણસાલી. પર ઝ્યાદાતર ફિલ્મેં વો જો બનાતે હૈં, મેરે જૈસે ઍક્ટર્સ કી ઝરૂરત હોતી નહીં હૈ વહાં. મુઝે ક્યા ખૂબસૂરત દિખા લેગા વો? સંજય કે પાસ કુછ હોગા નહીં (મુઝે અચ્છા) દિખાને કે લિએ. મને ‘દેવદાસ’માં જૅકી શ્રોફનો રોલ ઑફર થયો હતો. જોકે મેં તરત જ ના પાડી દીધી હતી. મેં દિલીપકુમારની ફિલ્મ જોઈ ત્યારથી મારા થિયેટર્સના દિવસથી મારે દેવદાસનું પાત્ર ભજવવું હતું. આ ફિલ્મ સુપરહિટ થઈ હતી પરંતુ મને કોઈ અફસોસ નથી.’