23 July, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌની રૉય
મૌની રૉયને ૯ દિવસ બાદ હૉસ્પિટલમાંથી છુટ્ટી આપવામાં આવી છે. તે હવે ધીમે-ધીમે રિકવર થઈ રહી છે અને પાછી ઘરે આવી ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને આ ન્યુઝ તેના ફૅન્સ સાથે શૅર કર્યા હતા. તેને હૉસ્પિટલમાં શા માટે ઍડ્મિટ કરવામાં આવી હતી એનું કારણ તેણે નથી જણાવ્યું. તેણે શૅર કરેલા ફોટોમાં તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે તે કારમાં બેઠેલી જોવા મળી હતી. અન્ય એક ફોટોમાં તે હૉસ્પિટલના બેડ પર લુડો રમતી જોવા મળી છે. આ ફોટો શૅર કરીને મૌનીએ કૅપ્શન આપી હતી, ‘૯ દિવસ હૉસ્પિટલમાં રહી છું અને બેડ પર પડ્યા રહેવાથી શું થાય છે એની મને આજે ખબર પડી છે. એ જણાવીને મને ખુશી થાય છે કે હું ઘરે પાછી આવી ગઈ છું. હું ધીમે-ધીમે રિકવર થઈ રહી છું. એક હૅપી હેલ્ધી લાઇફ કરતાં વધુ કાંઈ જ ન હોઈ શકે. મારા સૌથી પ્યારા ફ્રેન્ડ્સનો આભાર માનું છું, જેઓ સમય કાઢીને મારી કાળજી લઈ રહ્યા હતા. સૂરજ, તારા જેવું બીજું કોઈ ન હોઈ શકે.’