16 December, 2022 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને કૅટરિના કૈફ
કૅટરિના કૈફ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી ઇન્ડિયન ઍક્ટર્સમાં ટૉપ પર આવી ગઈ છે. તે પોતાની બ્યુટી બ્રૅન્ડ સ્કિન કૅર અને મેકઅપની વિવિધ રેન્જને લઈને બિઝનેસમાં પણ ઊતરી છે. વિશ્વભરમાં ગૂગલ પર સૌથી વધુ તેના વિશે જ સર્ચ કરવામાં આવ્યું છે. ૧૬૦૦ શહેરમાં તેની બ્રૅન્ડની પ્રોડક્ટ્સ ડિલિવર કરવામાં આવે છે.
શું પ્રેગ્નન્ટ છે કૅટરિના?
કૅટરિના કૈફ પ્રેગ્નન્ટ હોવાની અફવાએ જોર પકડ્યું છે. તે હાલમાં જ તેના હસબન્ડ વિકી કૌશલની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. સ્ક્રીનિંગમાં કૅટરિનાએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. સૌનું ધ્યાન તેના બેબી બમ્પ પર ગયું હતું. લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કૅટરિના પ્રેગ્નન્ટ છે. સોશ્યલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે કૅટરિના અને વિકી પેરન્ટ્સ બનવાનાં છે. તો સાથે જ કેટલાક તેની સુંદરતાનાં પણ વખાણ કરી રહ્યા છે. જોકે વાસ્તવિકતાની તો કૅટરિના અને વિકીને જ જાણ છે, પરંતુ તેમના ફૅન્સ તેમના તરફથી ગુડ ન્યુઝ મળે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.