મુંબઈમાં ટ્રેલર-લૉન્ચમાં હાજરી આપવા માટે અડધાથી વધુ લોકોને પૈસા આપવામાં આવે છે

11 June, 2024 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડની ફિલ્મ ઇવેન્ટ‍‍્સને એક્સપોઝ કરી કબીર-ખાને

કબીર ખાન

કબીર ખાને મુંબઈમાં જે ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ યોજવામાં આવે છે એની પાછળની સ્ટોરી ઉઘાડી પાડી છે. તેની કાર્તિક આર્યન સાથેની ‘ચંદુ ચૅમ્પિયન’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર કાર્તિકના હોમટાઉન ગ્વાલિયરમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. મોટા ભાગની ફિલ્મોના ટ્રેલરને મુંબઈમાં લૉન્ચ કરવામાં આવે છે, પરંતુ આ ફિલ્મના ટ્રેલરને મધ્ય પ્રદેશમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં કબીર ખાન કહે છે, ‘અમે જ્યારે માર્કેટિંગ સ્ટ્રૅટેજી વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ટ્રેલર-લૉન્ચ ક્યાં કરવું એની ચર્ચા ચાલી હતી. ટ્રેલર અને ફિલ્મના ફાઇનલ વર્ઝનથી અમે ખુશ હતા. આથી અમે એક સારી ઇવેન્ટનું આયોજન કરવા માગતા હતા. એક આઇકૉનિક જગ્યાએ ટ્રેલર-લૉન્ચ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું જે એકદમ નૉર્મલ હતું. જોકે કાર્તિકે ગ્વાલિયર સજેસ્ટ કર્યું અને અમને બધાને એ ગમી ગયું. ગ્વાલિયરનો છોકરો મુંબઈ આવીને સ્ટાર બની ગયો હતો. અમારી ફિલ્મની સ્ટોરી પણ એવી જ હતી. આથી અમને બધાને આઇડિયા ખૂબ જ પસંદ આવ્યો. અમે મુંબઈમાં આયોજન કર્યું હોત તો અડધાથી વધુ લોકોને પૈસા આપવા પડ્યા હોત આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે. તેમ જ તેમને ટી-શર્ટ પણ આપવામાં આવ્યાં હોત. એની સામે ગ્વાલિયરના સ્ટેડિયમમાં હજારો લોકો ‘કાર્તિક ભૈયા’ની બૂમો પાડે એ માહોલ અલગ હતો.’

entertainment news bollywood buzz bollywood gossips bollywood kabir khan