નાટુ નાટુ માટે ઑસ્કર જીતનાર સંગીતકાર એમ. એમ. કીરાવણીને એ બેસ્ટ ગીત નથી લાગતું

12 July, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમ. એમ. કીરાવણી ત્રણ દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે

એમ. એમ. કીરાવણી

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીત માટે મ્યુઝિક-કમ્પોઝર એમ. એમ. કીરાવણીને ગયા વર્ષે ઑસ્કર અવૉર્ડ મળ્યો હતો. એમ. એમ. કીરાવણી ત્રણ દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમનું એવું માનવું છે કે આટલાં વર્ષો સંગીત ક્ષેત્રે પસાર કર્યા બાદ વિશ્વભરમાં ખૂબ મોડેથી ઓળખ મળી છે. ઑસ્કર અવૉર્ડની જીત વિશે એમ. એમ. કીરાવણી કહે છે, ‘વહેલા કે મોડા જે વૈશ્વિક ઓળખ મળી છે એ મને બેસ્ટ ગીત નથી લાગતું આટલું જ હું કહેવા માગું છું. જોકે જીવનનાં આટલાં વર્ષો એમાં યોગદાન આપ્યા બાદ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે જગતભરમાં ખૂબ મોડેથી ઓળખ મળી છે. એક વાત એ પણ છે કે દરેક બાબતનો સમય નક્કી છે.’

ss rajamouli oscars bollywood news bollywood gossips bollywood entertainment news indian music