મિથુનના દીકરાની ફિલ્મ ‘બૅડ બૉય’ની પ્રી-રિલીઝ ઇવેન્ટ રહી શાનદાર

24 April, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ઇવેન્ટમાં મિથુન ચક્રવર્તીની સાથે સુનીલ શેટ્ટી અને ગુલશન ગ્રોવર પણ હાજર હતા.

ફિલ્મની પ્રી​-રિલીઝ ઇવેન્ટમાં નમાશીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો

મિથુન ચક્રવર્તીના દીકરા નમાશીની પહેલી આગામી ફિલ્મ ‘બૅડ બૉય’ ૨૮ એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે અમરીન પણ લીડ રોલમાં દેખાશે.

એને જોતા પ્રી​-રિલીઝ ઇવેન્ટનું આયોજન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. એ ઇવેન્ટમાં મિથુન ચક્રવર્તીની સાથે સુનીલ શેટ્ટી અને ગુલશન ગ્રોવર પણ હાજર હતા. આ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની પ્રી​-રિલીઝ ઇવેન્ટમાં નમાશીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. તસવીર અનુરાગ આહિરે

entertainment news bollywood news bollywood gossips bollywood mithun chakraborty