24 February, 2023 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર ફાઇલ તસવીર
અક્ષયકુમારે કૅનેડાની સિટિઝનશિપ છોડવા માટે અપ્લાય કર્યું છે અને તેણે જણાવ્યું કે તેના માટે ભારત જ સર્વસ્વ છે. અક્ષયકુમારને તેની કૅનેડાની સિટિઝનશિપને લઈને ઘણુંબધું સાંભળવું પડે છે. સોશ્યલ મીડિયામાં છાશવારે તેને ટ્રોલ કરવામાં આવે છે. કોવિડ દરમ્યાન તેણે પીએમ કૅર્સ ફન્ડમાં પણ ડોનેટ કર્યું હતું. તેની ‘સેલ્ફી’ આજે રિલીઝ થઈ રહી છે. ભારત પ્રત્યે સમર્પિત રહેવાનું જણાવતાં અક્ષયકુમારે કહ્યું કે ‘મેરે લિએ ભારત હી સબ કુછ હૈ. મૈંને જો કુછ કમાયા હૈ, જો કુછ ભી હૈ યહી સે લિયા હૈ ઔર યે મેરા સૌભાગ્ય હૈ કિ મુઝે મૌકા મિલા યે સબ કુછ કરને કે લિએ. બસ યહી હૈ કિ બુરા લગતા હૈ જબ લોગ બિના જાને કુછ કહે દેતે હૈં.’