midday

Amitabh Bachchanની આ દુર્લભ તસવીરમાં હાજર છે એક સુપરસ્ટાર, ઓળખો કોણ છે?

19 January, 2021 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amitabh Bachchanની આ દુર્લભ તસવીરમાં હાજર છે એક સુપરસ્ટાર, ઓળખો કોણ છે?
તસવીર સૌજન્ય - જાગરણ

તસવીર સૌજન્ય - જાગરણ

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે અને તે સમય દ્વારા પોતાના ફૅન્સ સાથે વાતચીત કરતા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર અમિતાભે એવી દુર્લભ તસવીર શૅર કરી છે, જે જોઈને દર્શકો પણ આશ્ચર્યમાં મૂકાઈ છે. ક્યારેક તેમના બાળપણની તો ક્યારે અભિષેકના બાળપણની અને ક્યારે બીજા સ્ટાર સ્ટાર કિડના બાળપણની યાદો અમિતાભ બચ્ચન ફૅન્સ વચ્ચે શૅર કરતા રહે છે.

મંગળવારે અમિતાભ બચ્ચને એક એવી તસવીર શૅર કરી છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હકીકતમાં આ તસવીરમાં જે બે બાળકો બેસેલા નજર આવી રહ્યા છે, એમાંથી એક આજનો સુપરસ્ટાર છે. અમિતાભે એનું નામ જણાવ્યું છે, પરંતુ પહેલા તમે ધ્યાનથી જુઓ અને અંદાજ લગાવો કે કોણ છે આ સ્ટાર કિડ?

અમિતાભે આ તસવીર વિશે જણાવ્યું કે મિસ્ટર નટવરલાલનું એક ગીત 'મેરે પાસ આઓ'ની રિહર્સલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભનું પહેલું ગીત હતું. સંગીતકાર રાજેશ રોશન સામે બેસ્યા હતા. અમિતાભે વધુમાં લખ્યું કે પલાઠી મારીને બેઠેલો નાનકડો બાળક જે બધાને જોવા મળી રહ્યો છે, તે હ્રિતિક રોશન છે. રાજેશ, હ્રિતિકના કાકા છે. 1979માં આવેલી મિસ્ટર નટવરલાલ અમિતાભની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં અમિતાભ સાથે રેખા, કાદર ખાન અને અમજદ ખાને મહત્વનો રોલ ભજવ્યો હતો. તેનું સંગીત રાજેશ રોશને આપ્યું હતું.

અમિતાભની આ આશ્ચર્યજનક તસવીર પર ઘણી કમેન્ટ આવી રહ્યા છે. દિયા મિર્ઝાએ લખ્યું- સ્વીટ, તેમ જ કરણવીર બોહરાએ લખ્યુ- વાહ. જણાવી દઈએ કે હ્રિતિક રોશને અમિતાભ બચ્ચન સાથે 'કભી ખુશી કભી ગમ' અને 'લક્ષ્ય' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અમિતાભની ફિલ્મ 'અગ્નિપથ'ના રિમેકમાં પણ હ્રિતિકે લીડ રોલ ભજવ્યો હતો. અગ્નિપથને કરણ જોહરે પ્રોડ્યૂસ કર્યું હતું, જ્યારે કરણ મલ્હોત્રાએ દિગ્દર્શિત હતા. આ ફિલ્મમાં 2021ની હિટ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ ફીમેલ લીડ રોલ ભજવ્યો હતો, જ્યારે સંજય દત્ત અને રિશી કપૂર નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા હતા.

amitabh bachchan hrithik roshan bollywood bollywood news entertainment news