મીડિયા મર્યાદામાં રહે, ગેરસમજ હશે તો ક્લિયર કરીશ : પરિણીતી ચોપડા

20 April, 2023 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્નની ચર્ચા વિશે મીડિયાને તેણે આવું કહ્યું

પરિણીતી ચોપડા

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની ચર્ચા વચ્ચે પરિણીતી ચોપડાએ જણાવ્યું કે જે કાંઈ ગેરસમજ હશે તો હું એ ક્લિયર કરીશ. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે મીડિયા તેની પર્સનલ લાઇફને લઈને હદ પાર કરી દે છે. રાઘવ સાથેનું તેનું રિલેશન હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. બન્નેને સતત એક જ સવાલ કરવામાં આવે છે કે તેઓ ક્યારે લગ્ન કરવાનાં છે. હવે પરિણીતીએ કહ્યું કે ‘મીડિયા મારી લાઇફ વિશે ચર્ચા કરે છે અને એ દરમ્યાન ક્યારેક તેઓ ખૂબ જ પર્સનલ થઈને કાં તો અપમાન કરીને સીમા ઓળંગી જાય છે. જો કાંઈ પણ ગેરસમજણ હશે તો હું એની ચોખવટ કરીશ. જો સ્પષ્ટતા કરવાની જરૂર નહીં હોય તો હું નહીં કરું.’

પરિણીતીને પ્રવાસ કરવો ગમે છે. એ વિશે પરિણીતીએ કહ્યું કે ‘હું કામ માટે મારી લાઇફનું બલિદાન કદી નહીં આપું. હું હંમેશાં બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવવા માગું છું. મને યાદ છે કે હું જ્યારે સતત ટ્રાવેલ કરતી હોઉં અને ઍરપોર્ટ પર મોટા ભાગનો સમય પસાર કરતી હોઉં છું તો લોકો મને પૂછે છે કે હું ક્યાં ગઈ હતી અને શું કરી રહી હતી. જોકે તેઓ એ સમજી નથી શકતા કે હું એ બન્નેમાં સારી રીતે બૅલૅન્સ જાળવી શકું છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood parineeti chopra raghav chadha