16 December, 2024 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મસ્તી ફિલ્મનું પોસ્ટર
ગઈ કાલે ‘મસ્તી’ સિરીઝની ચોથી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, વિવેક ઑબેરૉય અને આફતાબ શિવદાસાની છે. ૨૦૦૪માં આવેલી સેક્સ કૉમેડી ફિલ્મ ‘મસ્તી’થી આ સફરની શરૂઆત થઈ હતી, જેમાં આ ત્રણેય સાથે અજય દેવગન પણ હતો. ત્યાર બાદ ૨૦૧૩માં ‘ગ્રૅન્ડ મસ્તી’ અને ૨૦૧૬માં ‘ગ્રેટ ગ્રૅન્ડ મસ્તી’ આવી હતી.