06 May, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ તેના સ્ટન્ટ્સને કારણે ખૂબ ફેમસ છે. તે મિરર-રાઇટિંગમાં પણ નિપુણ છે એવું જાણવા મળ્યું છે. મિરર-રાઇટિંગ એટલે ઊંધું લખાણ, જે અરીસામાં સીધું દેખાય અને સરળતાથી એને વાંચી શકાય. વિદ્યુતે ત્રણ વર્ષની ઉંમરે કલારિપયટ્ટુની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું હતું. પોતાની સ્કિલ વિશે વિદ્યુત કહે છે, ‘ઘણા લોકોને મારી રિવર્સ-રાઇટિંગની સ્કિલની માહિતી નથી. એક માર્શલ આર્ટિસ્ટ તરીકે તમારી કળાને વધુ નિખારવા માટે અલગ-અલગ આર્ટ ફૉર્મ્સ શીખવાં જરૂરી છે. ઉદાહરણ તરીકે સ્કેચિંગ, કૅલિગ્રાફી, રાઇટિંગ અને પેઇન્ટિંગ. એને કારણે હાથમાં નરમાશ આવે છે અને આંગળીઓમાં સ્થિતિસ્થાપકતા આવે છે. એથી એક માર્શલ આર્ટિસ્ટ તરીકે તમારી આ બધી સ્કિલમાં આવડત હોવી જોઈએ. તમારા ન્યુરોમસ્ક્યુલર કનેક્શનનો ઉપયોગ કરીને તમારા હાથને વધુ હળવા બનાવીને સરળતાથી આ બધી કળાઓ કરી શકો છો. એથી આ બધું શીખવું જોઈએ અને અલગ-અલગ કળામાં પોતાને નિપુણ બનાવવા જોઈએ.’