ટોટલ ટાઈમપાસ : અનંત-રાધિકાની ક્રૂઝ-પાર્ટી માટે ઇટલી ઊપડી સેલબ્રિટીઝ

28 May, 2024 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સેલિબ્રેશન ૨૯ મેથી પહેલી જૂન સુધી ચાલવાનું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ ક્રૂઝ-પાર્ટી માટે ઇટલી ઊપડી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલાંની આ બીજી પાર્ટી છે. પહેલી પાર્ટીનું સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં કરવામાં આવ્યું હતું. બીજું સેલિબ્રેશન ઇટલીમાં ક્રૂઝ પર કરવામાં આવી રહ્યું છે. આ સેલિબ્રેશન ૨૯ મેથી પહેલી જૂન સુધી ચાલવાનું છે.

આ પાર્ટી માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, સલમાન ખાન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની જેવી ઘણી સેલિબ્રિટીઝ પહોંચી ગઈ છે. દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ હોવાથી ઇટલી જાય એવા ચાન્સ ખૂબ જ ઓછા છે.

દીકરીને વિન્રમ બનાવવા માટે સ્ટોરી કહી રહી છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ તેની દીકરી રાહાને વિન્રમ બનાવવા માગે છે. રણબીર કપૂર અને આલિયાએ ૨૦૨૨ની ૧૪ એપ્રિલે લગ્ન કર્યાં હતાં. આલિયાએ નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. આલિયાએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જેમાં તે દીકરીને બુકમાંથી સ્ટોરી કહી રહી છે. આ બુક છે ‘બેબી બી કાઇન્ડ’. બાળકને વિન્રમ બનાવવા માટે એ પ્રકારની સ્ટોરીનો આ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ફિલ્મના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યો સૈફ અલી ખાન

સૈફ અલી ખાન હંગેરીના બુડાપેસ્ટમાં આગામી ફિલ્મના શૂટિંગ માટે ગયો છે. તેની સાથે ફિલ્મનો પ્રોડ્યુસર સિદ્ધાર્થ આનંદ પણ છે. આ બન્નેએ અગાઉ ૨૦૦૫માં આવેલી ‘સલામ નમસ્તે’ અને ૨૦૦૭માં આવેલી ‘તા રા રમ પમ’માં સાથે કામ કર્યું હતું. હવે ૧૭ વર્ષ પછી બન્ને ફરીથી સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘જ્વેલ થીફ’ છે. જોકે આ ફિલ્મનો દેવ આનંદની જૂની ફિલ્મ ‘જ્વેલ થીફ’ સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ જોવા મળશે. સૈફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી, ‘મારા પહેલા હીરો સાથે હું સેટ પર પાછો ફર્યો છું. કેમ કાંઈ નથી બદલાયું. લવ યુ સૈફ.’

મૉરિશ્યસમાં ‘એ ઉડી ઉડી’ ગીત પર ઝૂમતી શહનાઝ

શહનાઝ ગિલ હાલમાં મૉરિશ્યસમાં વેકેશન માણી રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે બીચ પર વિવેક ઑબેરૉયની ‘સાથિયા’ના ગીત ‘એ ઉડી ઉડી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Anant Ambani radhika merchant france deepika padukone alia bhatt mahendra singh dhoni shehnaaz gill