16 May, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈની ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું છે. આ માટે મનોજ બાજપાઈ પણ ત્યાં હાજર હતો. આસારામ બાપુ પરથી બનેલી આ ફિલ્મમાં મનોજ બાજપાઈએ વકીલ પૂનમચંદ સોલંકીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ ૨૩ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને મળેલા રિસ્પૉન્સ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘ઇન્ટરનૅશનલ સ્ટેજ પર દર્શકોના અદ્ભુત રિસ્પૉન્સને લઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે. ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે અમારી ફિલ્મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. આ ફિલ્મ માટે હું દરેકનો આભાર માનું છું.’