૨૦૧૩માં ૬.૪૦ કરોડમાં લીધેલો ફ્લૅટ ૯ કરોડમાં વેચ્યો મનોજ બાજપાઈએ

22 August, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨૪૭ સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયા સાથે બે કાર-પાર્કિંગ સ્પેસ છે

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ અને તેની વાઇફ શબાના બાજપાઈએ મહાલક્ષ્મીમાં આવેલો તેમનો ફ્લૅટ ૯ કરોડ રૂપિયામાં વેચ્યો છે જેને તેમણે ૬.૪૦ કરોડમાં ખરીદ્યો હતો. ૨૦૧૩ના એપ્રિલમાં તેમણે એ પ્રૉપર્ટી માટે ૩૨ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦ હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે ભર્યા હતા. ૧૨૪૭ સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયા સાથે બે કાર-પાર્કિંગ સ્પેસ છે. સાથે જ અરેબિયન સી અને મહાલક્ષ્મી રેસકોર્સનો વ્યુ જોવા મળે છે. મનોજ બાજપાઈ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. તેણે ગયા વર્ષે ઓશિવરામાં ૩૨ કરોડ રૂપિયામાં ચાર ઑફિસ-યુનિટ્સ ખરીદ્યા છે. બૉલીવુડની સેલિબ્રિટીઝ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. થોડા સમય પહેલાં જ આમિર ખાન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પ્રૉપર્ટી ખરીદી છે.

manoj bajpayee mahalaxmi entertainment news bollywood bollywood news bollywood gossips