મનોજ બાજપાઈને ‘સત્યા’ માટે ૨૫,૦૦૦ રૂપિયા કૉસ્ચ્યુમ ખરીદવા માટે મળ્યા હતા

23 June, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ બાજપાઈએ ‘સત્યા’માં ભીકુ મ્હાત્રેનો રોલ ભજવીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી

ફાઇલ તસવીર

મનોજ બાજપાઈએ ‘સત્યા’માં ભીકુ મ્હાત્રેનો રોલ ભજવીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી. એ ફિલ્મમાં મનોજ બાજપાઈએ જાતે જ પોતાની સ્ટાઇલ કરી હતી. એની સાથે જોડાયેલી બાબત યાદ કરીને મનોજ બાજપાઈ કહે છે, ‘મને મારા કૉસ્ચ્યુમ્સ ખરીદવા માટે ૨૫,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ સમયે જો તમે મોટા સ્ટાર ન હો તો એ બધું તમારે જાતે કરવું પડતું અને કાં તો સેટ પર કોઈ તમારાં કપડાં સીવી આપતું હતું. ડિરેક્ટર્સ જે કહેતા એ પ્રમાણે કામ થતું હતું. જોકે ‘સત્યા’માં મારે એ બધું જાતે જ કરવાનું હતું. શરૂઆતમાં મેં મારી કેટલીક ફિલ્મોમાં જાતે જ મારા કૉસ્ચ્યુમ્સ ​નક્કી કર્યા હતા. મને એ કરવાનું ગમતું પણ હતું. હવે તો મારી પાસે એ કામ માટે લોકો છે. હું જ્યારે પણ મારા પાત્ર વિશે વિચારું છું ત્યારે કપડાંનું પણ ધ્યાન રાખું છું. હું નાનકડી દુકાનમાં જતો અને વધારે સંખ્યામાં કપડાં ખરીદતો હતો. એ ખરેખર અઘરું કામ હતું.’

manoj bajpayee satya indian films entertainment news bollywood bollywood news