13 May, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસલ મહેતા , મનોજ બાજપાઈ
ફિલ્મમેકર હંસલ મહેતાને ભૂતકાળમાં તેમની ફિલ્મ ‘દિલ પે મત લે યાર’ને લઈને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં રિલીઝ થઈ હતી. એની રિલીઝ બાદ તેમના ચહેરા પર લોકોએ શાહી પણ ફેંકી હતી. એથી મનોજ બાજપાઈને ખૂબ ખરાબ લાગ્યું હતું. એ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘અમારા માટે એ સમય ખૂબ કપરો હતો. મારી કરીઅરમાં સખત મહેનત કર્યા બાદ મને એ ફિલ્મ મળી હતી, પરંતુ કેટલાક અણગમતા લોકો એમાં જોડાતાં સ્થિતિ વણસી ગઈ હતી. હંસલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ બધું તેની સાથે થયું તો હું બાથરૂમમાં જઈને ખૂબ રડ્યો હતો.’