ગુલમોહર માટે ‘સ્પેશ્યલ મેન્શન’ નૅશનલ અવૉર્ડ મેળવનાર મનોજ બાજપાઈ કહે છે...

24 August, 2024 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો હું લૉબિંગ દ્વારા અવૉર્ડ મેળવું તો દરરોજ એની સામે જોઈ કેવી રીતે શકું?

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈને કોઈ પણ અવૉર્ડ માટે લૉબિંગ કરવું નથી પસંદ. એને  તે પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ માને છે. મનોજ બાજપાઈને ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સનો સ્પેશ્યલ મેન્શન અવૉર્ડ ‘ગુલમોહર’ માટે જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. અવૉર્ડના લૉબિંગ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘મને જ્યારે પણ નૅશનલ અવૉર્ડ જેવા પુરસ્કાર મળે છે તો મને અતિશય આનંદ થાય છે. એ પણ એવા સમયે જ્યારે દરેક જણ અવૉર્ડ માટે લૉબિંગ કરતું હોય છે. હું જણાવી દઉં કે મારા ઘરમાં રાખેલા કોઈ પણ અવૉર્ડ મેં લૉબિંગ કરીને નથી મેળવ્યા. એ મારા આદર્શોની વિરુદ્ધમાં છે. મારું એવું માનવું છે કે જો કોઈ અવૉર્ડ્‍ને હું લૉબિંગ દ્વારા મેળવીશ તો દરરોજ એની સામે કઈ રીતે જોઈ શકીશ?’

નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સના સ્પેશ્યલ મેન્શન અવૉર્ડ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘સ્પેશ્યલ મેન્શન અવૉર્ડ એ ઍક્ટરને અપાય છે જેના માટે જ્યુરીને એમ લાગે કે તેનો પર્ફોર્મન્સ અદ્ભુત હતો. મને ઘણાં વર્ષો પહેલાં ‘પિંજર’ માટે સ્પેશ્યલ મેન્શન અવૉર્ડ મળ્યો હતો અને વીસ વર્ષ બાદ ફરીથી ‘ગુલમોહર’ માટે મળ્યો એ લાગણીને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો.’

manoj bajpayee national film awards bollywood news bollywood gossips bollywood entertainment news