મનીષા કોઇરાલાને મુંબઈમાં બીચ પર યોગ કરવાનું ગમે છે

22 October, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીષાએ સોશ્યલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તે બીચ પર યોગ-મૅટ સાથે દેખાય છે

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલા જ્યારે પણ મુંબઈમાં હોય છે ત્યારે તેને બીચ પર યોગ કરવાનું ગમે છે, ખાસ કરીને વહેલી સવારે જ્યારે શહેર શાંત હોય છે અને દરિયાનો શીતળ પવન તમારા આત્માને ઊર્જિત કરતો હોય છે. મનીષાએ સોશ્યલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તે બીચ પર યોગ-મૅટ સાથે દેખાય છે. આ ફોટો સાથે તે લખે છે, ‘બીચ પર આપણી જાત સાથે અને આપણી આસપાસના જગત સાથે ઊંડું કનેક્શન હોય છે.’

manisha koirala yoga juhu beach entertainment news bollywood bollywood news