10 December, 2022 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઈકા અરોરા, અર્જુન કપૂર (ફાઈલ તસવીર)
મલાઈકા અરોડા (Malaika Arora) બૉલિવૂડની (Bollywood) તે અભિનેત્રીઓમાંની એક છે, જે સતત ચર્ચામાં છવાયેલી રહે છે. મલાઈકાની (Malaika Arora) પ્રૉફેશનલ લાઈફની (Professional Life) લોકો એટલી ચિંતા નથી કરતા, જેટલી તેની પર્સનલ લાઈફની (Personal Life) કરે છે મલાઈકાનો શૉ `મૂવિંગ ઈન વિદ મલાઈકા` (Moving In with Malaika) હાલ ચર્ચામાં છવાયેલો છે. મલાઈકા આ શૉમાં પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક આશ્ચર્યજનક ખુલાસા કરે છે. મલાઈકા શૉમાં (Malaika Arora) સ્ટેન્ડઅપ કૉમેડી (Stand-Up Comedy) કરતી પણ જોવા મળી અને આની સાથે તેણે તે બધાને પણ જડબાતોડ જવાબ આપ્યો, જે તેના અને અર્જુન (Arjun Kapoor) વચ્ચે રહેલા ઊંમરના અંતરને લઈને ટ્રોલ (Troll) કરે છે.
`મૂવિંગ ઈન વિદ મલાઈકા`ના લેટેસ્ટ એપિસોડમાં મલાઈકા અર્જુન અને પોતાની ઉંમર વચ્ચેના અંતર પર વાત કરતી જોવા મળી. નોંધનીય છે કે અર્જુન મલાઈકાથી ઊંમરમાં 12 વર્ષ નાનો છે, જેને કારણે ઘણીવાર બન્ને ટ્રોલ થતા રહે છે. શૉમાં મલાઈકાએ વાત કરતા કહ્યું, `દુર્ભાગ્યે હું માત્ર મોટી નથી, પણ મારાથી નાની ઊંમરના શખ્સને ડેટ કરી રહી છું. એટલે કે મારામાં તાકાત છે, હું તેનું જીવન ખરાબ કરું છું? બરાબર કહ્યું ને? હું બધાંને કહી દેવા માગું છું કે હું તેમનું જીવન ખરાબ નથી કરી રહી. એવું નથી કે તે સ્કૂલ જઈ રહ્યા હતા અને ભણવા પર ફોકસ નહોતા કરી શખતા અને મેં મારી પાસે આવવા માટે કહ્યું.`
એક્ટ્રેસે આગળ કહ્યું કે, "જ્યારે પણ અમે ડેટ પર જઈએ છીએ તો આનો અર્થ એ નથી કે અમે ક્લાસ બંક કરી રહ્યા છીએ. જ્યારે તે પૉકેમૉન પકડતો હતો, ત્યારે મેં કંઈ તેને રસ્તા પરથી નથી પકડ્યો. ભગવાન માટે તે મોટો થઈ ચૂક્યો છે અને પુરુષ છે. અમે બન્ને એડલ્ટ છીએ, જે સાથે રહેવા માટે સહેમત છીએ. જો કોઈ મોટો છોકરો નાની છોકરીને ડેટ કરે છે, તો તે પ્લેયર છે, પણ જ્યારે મોટી ઊંમરની છોકરી નાની ઊંમરના છોકરાને ડેટ કરે તો Cougar કહેવામાં આવે છે. આ ખોટી વાત છે."
આ પણ વાંચો : ડાન્સ સે નહીં, ડાયલૉગ સે ડર લગતા હૈ: મલાઇકા
મલાઈકા અરોડાનો નવો શૉ `મૂવિંગ ઈન વિદ મલાઈકા` ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ શૉ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. તાજેતરમાં પોતાની લાઈફ વિશેના ખુલાસા કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તેનો અકસ્માત થયો, ત્યારે અરબાઝ તે પહેલો શખ્સ હતો, જેનો ચહેરો તેણે સર્જરી બાદ સૌથી પહેલા જોયો હતો.