27 June, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થ્વીરાજ સુકુમારન
મલયાલમ ઍક્ટર પૃથ્વીરાજ સુકુમારન તેની ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ થયો છે અને એથી હવે તેની ઘૂંટણની સર્જરી કરવામાં આવશે. તે રવિવારે કેરળના ઇદ્દુકીમાં ‘વિલાયત બુદ્ધ’નું શૂટિંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન સ્ટન્ટ કરતી વખતે તે ઘાયલ થયો હતો. તેને પગમાં ઈજા થઈ છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ડૉક્ટર્સ તેની પૂરતી તપાસ કર્યા બાદ કી-હોલ સર્જરી કરશે. આ સર્જરી દ્વારા સર્જ્યન દરદીના શરીરમાં નાનકડો કટ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ તેના શરીરમાં મૂકે છે. આ સર્જરી બાદ પૃથ્વીરાજે પૂરતો આરામ કરવો પડશે. તે જ્યારે એકદમ સ્વસ્થ થઈ જશે ત્યારે શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં પૂરું કરવાનું હતું, પરંતુ હવે એ શક્ય નથી.