19 March, 2023 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) પોતાના ડાન્સ મૂવ્સની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઈકા જ્યાં પણ જાય છે, તે સેન્ટર ઑફ અટ્રેક્શન બની જાય છે. પ્રૉફેશનલ લાઈફની સાથે જ મલાઈકા પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા, 2016માં અરબાઝ ખાન (Arbaaz Khan)થી અલગ થઈ ગઈ હતી અને તેના થોડાક સમય બાદ અર્જુન કપૂર (Arjun Kapoor)ની સાથે રિલેશનશિપમાં આવી. અર્જુન-મલાઈકાની જોડી ફેન્સને ખૂબ જ ગમે છે અને તે હંમેશાં બન્નેના લગ્નને લઈને ઘણીવાર પ્રશ્ન કર્યા કરે છે. એવામાં મલાઈકાએ ફરી એકવાર પોતાના લગ્નના સવાલ પર રિએક્ટ કર્યું છે.
પ્રી હનીમૂન ફેઝ એન્જૉય કરી રહ્યા છે મલાઈકા-અર્જુન
મલાઈકા અરોરા, અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બન્ને વચ્ચે લગભગ 12 વર્ષનું અંતર છે, પણ તેમ છતાં બન્નેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ છે. બન્ને સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે અને સાથે સ્પૉટેડ પણ થાય છે. ફેન્સ ઈચ્છે છે કે બન્ને ઝડપથી લગ્ન કરી લે. આ વિશે મલાઈકા અરોરાએ કહ્યું કે તેને લગ્નની કોઈ ઉતાવળ નથી. હાલ બન્ને (મલાઈકા-અર્જુન) પોતાનો પ્રી-હનીમૂન ફેસ એન્જૉય કરી રહ્યા છે.
આ પણ વાંચો : Layoff: હવે આ મોટી ટેક કંપની પણ કરશે ચાર હજાર કર્મચારીઓની છંટણી, આ છે કારણ
હું ખુશ છું અને પૉઝિટિવ છું...
નોંધનીય છે કે મલાઈકા અને અર્જુન હવે ખુલીને પોતાના સંબંધ વિશે વાત કરે છે. થોડાંક અઠવાડિયા પહેલા મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, `અમે એક મેચ્યોર સ્ટેજ પર છીએ, જ્યાં હજી પણ અમે એકબીજાને ઓળખી રહ્યા છીએ. પણ અમે સાથે ફ્યૂચર જોવા માગીએ છીએ. અમે આ વિશે ઘણી બધી વાતો કરીએ છીએ અને હસીએ છીએ, પણ હવે આ વિશે ગંભીર પણ છીએ. કોઈપણ રિલેશનશિપમાં સિક્યોર અને પૉઝિટીવ રહેવું ખૂબ જ જરૂરી છે. હું ખુશ છું અને પૉઝિટીવ છું. અર્જુન, મને તે વિશ્વાસ અને શ્યોરિટી આપે છે. બાકી મને નથી લાગતું કે અમારે બધા પત્તા અત્યારે જ ખોલી દેવા જોઈએ.`