23 October, 2022 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઈકા અરોરા (ફાઈલ તસવીર)
બૉલિવૂડની (Bollywood) ગૉર્જિયસ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora Birthday) આજે પોતાનો 49મો જન્મદિવસ ઊજવી રહી છે. મલાઈકાના બર્થડેને (On the Occasion of Malaika Arora`s Birthday) તેમના ડાર્લિંગ અર્જુન કપૂરે (Arjun Kapoor) સુપર સ્પેશિયલ (Made it Super Special) બનાવી દીધો છે. હા, પોતાની લેડી લવના જન્મદિવસના અવસરે અર્જુન ખૂબ જ રોમાન્ટિક મૂડમાં જોવા મળ્યો અને તેણે મલાઈકા માટે એક સ્પેશિયલ પોસ્ટ શૅર કરી.
મલાઈકા માટે રોમાન્ટિક થયો અર્જુન કપૂર
અર્જુન કપૂરે પોતાની સ્વીટહાર્ટ મલાઈકા અરોરાના જન્મદિવસે એક્ટ્રેસ સાથેની એક રામોન્ટિક તસવીર શૅર કરી છે. તસવીરમાં અર્જુન મલાઈને પ્રેમથી નિહાળતો પણ જોવા મળે છે. મિરર ફોટોમાં મલાઈકા પોતાને જોઈ રહી છે જ્યારે અર્જુન પોતાની ડાર્લિંગને પ્રેમથી નિહાળી રહ્યો છે. મલાઇકા અને અર્જુનનો પ્રેમ અને સિઝલિંગ કેમિસ્ટ્રી ચાહકોને કપલ ગોલ્સ આપી રહી છે. બન્નેનાં બૉન્ડે ચાહકોના ધબકારા વધારી દીધા છે.
પણ અર્જુનની તસવીર કરતા મલાઈકા માટે તેણે લખેલો મેસેજ વધારે રોમાન્ટિક છે. અર્જુને ફોટોના કૅપ્શનમાં ખૂબ જ સુંદર રીતે મલાઈકા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. અર્જુને મલાઈકાને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું `દ યિન ટૂ માઈ યાંગ. હેપ્પી બર્થ ડે બેબી. તમે જે છો તે જ રહો. ખુશ રહો. હંમેશાં મારાં બનીને રહો.`
ચાહકો થયા અર્જુન મલાઈકાના દીવાના
મલાઈકા માટે અર્જુનની સ્વીટ અને રોમાન્ટિક વિશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો બન્નેની લવિંગ કેમિસ્ટ્રી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, બધા મલાઈકાને તેના જન્મદિવસની ખાસ અંદાજમાં વધામણી આપી રહ્યા છે.
આ પણ વાંચો : ઇમોશનલી અને પ્રોફેશનલી સ્ટેબલ થયા બાદ લગ્ન કરશે અર્જુન
મલાઈકા અને અર્જુન કપૂર બૉલિવૂડના મોસ્ટ રોમાન્ટિક અને બ્યૂટિફૂલ કપલ છે. બન્નેએ જ્યારથી પોતાના સંબંધોને ઑફિશિયલ કર્યા છે, ત્યારથી તે હંમેશાં એકબીજા પર પ્રેમ વરસાવતા દેખાય છે. વેકેશન પર જવાથી લઈને પાર્ટીઝ અટેન્ડ કરવા સુધી, મલાઈકા અને અર્જુન હંમેશાં એકબીજાનો હાથ થામેલા જોવા મળે છે. ચાહકો હવે કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જોઈએ મલાઈકા અને અર્જુન ફેન્સની આ વિશ ક્યારે પૂરી કરે છે. જો કે, આજે મલાઈકાના જન્મદિવસે તેને ઘણો બધો પ્રેમ અને શુભેચ્છાઓ.